અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/કોણ રોકે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આ પૂનમની ચમકે ચાંદની, {{space}}એને કોણ રોકે? કાંઈ સાયર છલક્યા જાય {{space}}...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કોણ રોકે!|સ્નેહરશ્મિ}}
<poem>
<poem>
આ પૂનમની ચમકે ચાંદની,
આ પૂનમની ચમકે ચાંદની,

Revision as of 04:58, 10 July 2021


કોણ રોકે!

સ્નેહરશ્મિ

આ પૂનમની ચમકે ચાંદની,
         એને કોણ રોકે?

કાંઈ સાયર છલક્યા જાય
         કે એને કોણ ટોકે!

આ આષાઢી વરસે મેહુલો,
         એને કોણ રોકે?

કાંઈ પૃથિવી પુલકિત થાય,
         કે એને કોણ ટોકે!

આ વસન્તે ખીલતાં ફૂલડાં!
         એને કોણ રોકે?

કાંઈ ભમરા ગમ વિણ ગાય,
         કે એને કોણ ટોકે!

આ આંબે મ્હોરતી મંજરી,
         એને કોણ રોકે?

કાંઈ કોકિલ ઘેલો થાય,
         કે એને કોણ ટોકે!

આ અંગે યૌવન પાંગરે,
         એને કોણ રોકે?

કાંઈ ઉરમાં ઉર ન માય! —
         કે એને કોણ ટોકે!

(સકલ કવિતા, ૧૯૮૪, પૃ. ૧૪૪-૧૪૫)