ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/‘જંબૂસ્વામી-ફાગ’: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘જંબૂસ્વામી-ફાગ’'''</span> [ર.ઈ.૧૩૭૪] : આંતરપ્રાસવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જસોમા | ||
|next = | |next = ‘જંબૂસ્વામી-રાસ’ | ||
}} | }} |
Latest revision as of 11:24, 13 August 2022
‘જંબૂસ્વામી-ફાગ’ [ર.ઈ.૧૩૭૪] : આંતરપ્રાસવાળા ૬૦ દુહામાં રચાયેલી આ કૃતિ(મુ.)ના કર્તા “વિજયવંત તે છાજઈ, રાજઈ તિલક સમાન” એવી પંક્તિને કારણે ઈ.૧૪૭૦ - ઈ.૧૪૭૩માં હયાત પૂર્ણિમાગચ્છના રાજતિલક તથા કોઈ તિલકવિજય કે વિજયતિલક હોવાની સંભાવના કરવામાં આવી છે, પરંતુ ઉક્ત રાજતિલક આ કૃતિના કર્તા હોવાનું સમયદૃષ્ટિએ સ્વીકારી શકાય તેમ નથી તેમ જ અન્ય કર્તાનામો પણ, કોઈ પ્રમાણને અભાવે, તર્કની કોટિનાં જ રહે છે. જન્મથી વિરક્ત પણ માતાના આગ્રહથી ૮ કન્યાઓને પરણી સમગ્ર પરિવાર અને પ્રભવ ચોર તથા એના સાથીઓ સાથે દીક્ષા લેનાર જંબૂકુમારનું પ્રસિદ્ધ વૃત્તાંત વર્ણવતા આ કાવ્યમાં જંબૂકુમાર લગ્ન પૂર્વે પરિવાર સાથે વૈભારગિરિ પર વસંતક્રીડા કરવા જાય છે તે નિમિત્તે વસંતવર્ણનને તથા ૮ કન્યાઓને નિમિત્તે સૌન્દર્યવર્ણનને અવકાશ મળ્યો છે, પણ નાયકની વિરક્તતાને કારણે શૃંગારરસના આલેખનને સ્વાભાવિક રીતે જ અવકાશ મળ્યો નથી. અહીં જંબૂકુમારના શણગારનું પણ વર્ણન થયેલું છે એ ધ્યાન ખેંચે એવી બાબત છે. કવિનાં વર્ણનો પ્રાસાદિક, છટાદાર ને પરંપરાગત અલંકારોથી શોભીતાં છે. એમાં ‘વસંતવિલાસ’ સાથેનું સામ્ય પણ કેટલેક સ્થાને દેખાય છે.[જ.કો.]