ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તુલજારામ-૨: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તુલજારામ-૨'''</span> [ઈ.૧૭૮૭માં હયાત] : આખ્યાનકાર. સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = તુલજારામ-૧ | ||
|next = | |next = તુલસી-તુલસીદાસ | ||
}} | }} |
Latest revision as of 07:25, 15 August 2022
તુલજારામ-૨ [ઈ.૧૭૮૭માં હયાત] : આખ્યાનકાર. સુખરામસુત. અમદાવાદના નિવાસી. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. તેમનું ૧૪ કડવાંનું ‘સગાળશા-આખ્યાન/સગાળપુરી’ (ર.ઈ.૧૭૮૭/સં.૧૮૪૩, આસો સુદ ૧૦, રવિવાર; મુ.) કરુણ, વાત્સલ્ય, બીભત્સ આદિ રસોથી ઠીકઠીક આસ્વાદ્ય બનેલું છે. ભૂલથી લજ્જારામના નામે ચડી ગયેલું એમનું ‘અભિમન્યુ-આખ્યાન/કોઠાયુદ્ધ’ (અંશત: મુ.) એમાંનાં ઊંચી પ્રતિનું કવિત્વ દાખવતાં કેટલાંક સુંદર ગેય પદોને કારણે લોકપ્રિય બનેલી કૃતિ છે. કવિનું ભાવનિરૂપણ અને આખ્યાનબંધ પરનું પ્રભુત્વ આકર્ષક છે. કૃતિ : ૧. કાવ્યસંક્ષેપ, સં. દલપતરામ ડા. કવિ, સં. ૨૦૧૫; ૨. ગુકાદોહન; ૩. સગાળશા આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ૧૯૩૪ (+સં.). સંદર્ભ : ૧. (મહાકવિ પ્રેમાનંદના પુરોગામી કવિ તાપીદાસ કૃત) અભિમન્યુ આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૫; ૨. કવિચરિત : ૩; ગુહાયાદી ૪. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૧૯૬૨ - ‘લજ્જારામ કે તુલજારામ’, શિવલાલ જેસલપુરા.[ચ.શે.]