ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/એકલવાયો શિમળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''એકલવાયો શિમળો'''}} ---- {{Poem2Open}} જેમ જાતજાતના સ્વભાવવાળાં માણસ તેમ જાત...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''એકલવાયો શિમળો'''}}
{{SetTitle}}
----
{{Heading|એકલવાયો શિમળો | જયંત પાઠક}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જેમ જાતજાતના સ્વભાવવાળાં માણસ તેમ જાતજાતના સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ ને સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસીલળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે; સંસાર વચ્ચે તેઓ એકલવાયાં.
જેમ જાતજાતના સ્વભાવવાળાં માણસ તેમ જાતજાતના સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ ને સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસીલળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે; સંસાર વચ્ચે તેઓ એકલવાયાં.

Revision as of 07:04, 28 June 2021

એકલવાયો શિમળો

જયંત પાઠક

જેમ જાતજાતના સ્વભાવવાળાં માણસ તેમ જાતજાતના સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ ને સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસીલળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે; સંસાર વચ્ચે તેઓ એકલવાયાં.

આવો વેરાગી ને એકલવાયો પેલો ગામ વચ્ચે ઊભેલો શીમળો એની લાંબી ઉઘાડી શાખાઓ ફેલાવતો આજેય દેખાય છે. નીચે, નહીં બંધાયેલા એવા મહાદેવના દેરાનો ચોતરો ને પથ્થરો પડ્યા છે. બાજુમાં બે-ત્રણ આંબલીનાં ઝાડ ને એક લીમડો ઊભાં છે. આ શીમળાનું વ્યક્તિત્વ જ એવું કે અમે પેલા ચોતરા ઉપર રમીએ, પણ એની પાસે ના જઈએ, એને કદી અડ્યા હોઈએ એવું પણ યાદ આવતું નથી. છતાં એ અમારા ગામનો, એટલે એની સાથે કેટલાંક સ્મરણોથી હું આજ સુધી સંધાયેલો રહ્યો છું.

આ ઊંચા ને ટટ્ટાર ઝાડને આખે શરીરે કાંટા. વૃક્ષોની શોભા એનાં પાનમાં ઘણી, પણ આ શીમળાને અમે પલ્લવિત, પર્ણમંડિત કદી જોયો હોય એવું યાદ નથી. એની લાંબી લાંબી કાંટાળી ડાળીઓ ભારેખમ, મોભાદાર માણસ જેવી, પવનના સ્પર્શથી કદી ડોલી કે બોલી ન ઊઠે. આમ વર્ષોથી મૌનવ્રત ધરીને ઊભેલા એ વૃક્ષના અંતરમાં શું હશે? આનંદ, વેદના કે પછી ચિત્તવૃત્તિ-નિરોધથી સિદ્ધ થયેલી યોગાવસ્થા? પથ્થર જેવો જડ તો એને કેમ કહેવાય? એવો હોય તો એને લાલચટ્ટાક મોટાં મોટાં ફૂલ શાનાં આવે? એમ હોય તો એને પવનમાં રૂના પોલ ઉડાડતી ડોડીઓ ક્યાંથી બેસે?

એની સાથેના મારા સ્મરણસંબંધમાં મુખ્ય તંતુઓ તે આ બે: એનાં લાલ લાલ ફૂલ ને પેલું ઊડતું રૂ. શીમળાને ફૂલ આવે એટલે એની બધી શુષ્કતા સરી જાય. એ કોઈ વરણાગી વરરાજા જેવો બની રહે. શરીર જરા ગૌર ને લાંબુંપહોળું, પુષ્ટ, ને માથે લાલ છોગાં. અરે પેલા કાંટાય ત્યારે એના શરીરના શણગાર જેવા લાગે. મહાદેવના ચોતરા ઉપરથી અમે ઊંચે એનાં ફૂલ ભણી જોઈ જ રહીએ. મોટાં મોટાં ફૂલ અમારા હાથમાં તો આવે જ નહિ; એ તો જ્યારે કરમાઈને, ખરીને નીચે પડે ત્યારે જ મળે. એવાં ફૂલની આછી આછી વાસી સુગંધ હજી નાકમાં સચવાઈ રહી છે. ફૂલની મોસમ ઊતરે એટલે ફળની મોસમ બેસે. શીમળાને ફળ આવે, એને ડોડીઓ કહે. ઝાડ ઉપર ચઢીને કોઈ આ ડોડીઓ લે નહિ, એટલે છેવટે એ પાકે ને ફાટે; પવનમાં એમાંનું રૂ ઊડે. અમારા ઘરથી પશ્ચિમ દિશામાં આવેલા આ શીમળાના, આથમતા સૂરજના પીળા પ્રકાશથી આલોકિત રૂના પોલ પવનમાં ઊડતા અમારા ઘર ભણી આવતા દેખાય છે. અમે એમને પકડવા દોડીએ છીએ. ક્યારેક એ હાથમાં આવે છે તો એમને ફૂંક મારીને પાછા ઊડતા કરીએ છીએ, ક્યારેક અમને વામનોને થાપ આપી એ સામેની વાડની કાંકેરના ધૂંગા ઉપર બેસી જાય છે તો ક્યારેક વળી ઝાંપાની આંબલીની એકાદ ડાળે પહોંચીને હીંચકા ખાય છે. મોટેરાંના કહેવા પ્રમાણે શીમળાનું રૂ કપાસના રૂ કરતાં સારું, વધારે ગરમ, એનાં ઓશીકાં ને ગોદડાંમાં સૂવાથી વાવાળા શરીર ને રાહત મળે. જોકે એટએટલામાં આ ઝાડ ઓછાં ને એનું રૂ પણ ઓછું નીકળે એટલે એનાં ઓશીકાં-ગોદડાં કદી જોવા મળ્યાં નથી.

સ્મરણમાં એક-બે પ્રસંગો ઝબકી જાય છે. મારાં બાને દાંતનો દુખાવો કાયમનો. ત્યારે એની સારવારનાં ઝાઝાં સાધન નહીં એટલે વેદના વેઠી લીધા વિના છૂટકો નહિ. દાંત પડી જાય ત્યારે જ છુટકારો થાય. બા બિચારી એકલી એકલી હાથવગા ઉપાયો કરે. ફટકડીના પાણીના કોગળા કરે, મોંમાં લવિંગ રાખે, શેક કરે પણ કોઈ વાર દર્દ અસહ્ય થઈ જાય. લૂગડાથી મોં દબાવીને બેઠેલી બાનું ચિત્ર આંખ સામે આવે છે. એક વાર બાને દાઢનો દુખાવો ઊપડ્યો, વેઠાય ના એવો. ધીમેથી એ મને કહે: ‘બચુડા, જા બેટા, આ ખીલો (લોખંડની મોટી ખીલી, ખૂંટો) લઈને ધનસુખકાકા પાસે ને કહે કે મંતરી આલો.’ હું તો ઊપડ્યો ધનસુખકાકાને ઘેર. ધનસુખકાકા ખીલો લઈને ઘરમાં ગયા. શું કરી આવ્યા તે તો કોણ જાણે; પણ મને ખીલો આપીને કહે: ‘જા બોલ્યાચાલ્યા વગર, ને પેલા શીમળાના થડમાં એનો ઘોંચી દે.’ મેં ખીલાને માથે પથરો મારીને એને શીમળાના થડમાં અરધો ઉતારી દીધો. ઘેર આવ્યો એટલે બા કહે: ‘ધનસુખકાકાને દાઢ મંતરતાં આવડે છે, એમની પાસે સાચા મંતર છે.’ બાને દાઢનો દુખાવો મટ્યો કે નહિ તે તો યાદ નથી, પણ એના ચહેરા ઉપર કંઈક રાહતનો ભાવ તો પથરાયેલો દેખાયો.

એકલો, એની ન્યાતમાં ઝાડના સંગસંબંધ વગરનો એ શીમળો આજેય એવો ને એવો ઊભો છે. એણે જોયેલાં ઘર ને માણસો હવે નથી; બા નથી, ધનસુખકાકા નથી, અમે દૂર દૂર એટલે નથી જેવા જ છીએ. ગામ ઉજ્જડ થઈ ગયું છે. આજે પણ શીમળાને લાલચટ્ટાક ફૂલ આવતાં હશે, પેલા રૂના પોલ પવનમાં ઊડતા હશે, પણ એને જોનાર ને કૌતુક અનુભવનાર કોઈ નહિ હોય, વૃક્ષોને આવો વિચાર ના આવે એટલે સુખી જ ને! — કે પછી અધરાતે મધરાતે અંધારામાં પડખે ઊભેલી પેલી આમલી સાથે એકલવાયો આ શીમળો ધીમેશથી ગામની એક વારની જાહોજલાલીની વાતો કરતો હશે! એની વાત એ જાણે, બાકી અહીં નગરમાં રહ્યો રહ્યો હું તો એનાં ફૂલની વાસ માણું છું, એના રૂને ઊડતું જોઉં છું, અરે, એ એકલવાયા જીવનાં ડૂસકાંય કોઈ વાર સંભળાય છે મને. ૧૯-૧૧-૧૯૮૬