ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભગવાનદાસ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભગવાનદાસ-૧'''</span> [જ.ઈ. ૧૬૨૫/સં. ૧૬૮૧ શ્રાવણ વદ ૯, મંગળવાર-અવ.ઈ.૧૬૯૦/સં. ૧૭૪૬, આસો વદ ૩૦] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. અવટંકે કાયસ્થ. સુરતના વતની. અપરનામ ભાઉ મૂળજી. આ કવિ સ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભગવાન-ભગવાનદાસ
|next =  
|next = ભગવાનદાસ-૨
}}
}}

Latest revision as of 10:36, 2 September 2022


ભગવાનદાસ-૧ [જ.ઈ. ૧૬૨૫/સં. ૧૬૮૧ શ્રાવણ વદ ૯, મંગળવાર-અવ.ઈ.૧૬૯૦/સં. ૧૭૪૬, આસો વદ ૩૦] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. અવટંકે કાયસ્થ. સુરતના વતની. અપરનામ ભાઉ મૂળજી. આ કવિ સામાન્ય સ્થિતિમાંથી સુરતના નવાબના દીવાનપદે પહોંચ્યા હોવાનું તેમ જ એ અરબી, ફારસ, મરાઠી અને સંસ્કૃતની સારી જાણકારી ધરાવતા હોવાનું નોંધાયું છે. ભગવદ્ગીતા અને ભાગવતના એકાદશ સ્કંધના અનુવાદો, ‘ફૂલગીતા’ તથા ‘સુદામાચરિત્ર’ આ કવિની વચ્ચેવચ્ચે ગુજરાતી કડીઓવાળી, પ્રાય: હિન્દીમાં લખાયેલી કૃતિઓ છે. તેમણે વૈષ્ણવ સંપ્રદાયનાં ઉત્સવનાં પદો પણ લખ્યાં હોવાનું નોંધાયું છે. સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૩. ગુસાપઅહેવાલ : ૫; ૪. ગુસામધ્ય; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. ફૉહનામાવલિ. [ર.સો.]