ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભૂખણ-ભૂષણ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભૂખણ/ભૂષણ'''</span> [ઈ.૧૮૫૪ સુધીમાં] : વેલાળના રૈકવ બ્રાહ્મણ. ઈશ્વરભક્તિ અને વૈરાગ્યબોધનાં, ભુજંગી છંદમાં લખાયેલાં ૫ અષ્ટકો (કેટલાંક નવપદી, અગિયારપદી કે બારપદી પણ છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભુવનસોમ_વાચક | ||
|next = | |next = ભૂતનાથ | ||
}} | }} |
Latest revision as of 11:38, 5 September 2022
ભૂખણ/ભૂષણ [ઈ.૧૮૫૪ સુધીમાં] : વેલાળના રૈકવ બ્રાહ્મણ. ઈશ્વરભક્તિ અને વૈરાગ્યબોધનાં, ભુજંગી છંદમાં લખાયેલાં ૫ અષ્ટકો (કેટલાંક નવપદી, અગિયારપદી કે બારપદી પણ છે; મુ.), ‘અવલોક’ (લે.ઈ.૧૮૫૪), ‘જ્ઞાનકૂંચી’ (લે.ઈ.૧૮૬૦) એ નામનાં પદો તથા અન્ય કેટલાંક ભજનો અને પદો (કેટલાંક મુ.)ની તેમણે રચના કરી છે. આ ઉપરાંત હિંદીમાં લખાયેલા ઇતિહાસવિષયક કવિત્તમાં ભૂખણ/ભૂષણ એવી નામછાપ મળે છે. ‘એકાદશી-મહાત્મ્ય’ નામની કૃતિના કર્તા ભૂષણદાસને ‘કવિચરિત : ૩’ આ કવિથી જુદા ગણે છે પણ એને માટે કોઈ આધાર નથી. કૃતિ : ૧. કાદોહન : ૧ (+સં.); ૨. પ્રેમરસમાળા, પ્ર. ત્રિભોવન રૂ. જાની, ઈ.૧૮૬૬; ૩. બૃકાદોહન : ૧; ૪. બૃહત ભજનસાગર, પ્ર. પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૫. ભક્તિ, નીતિ અને વૈરાગ્ય-બોધક કવિતા : ૧, પ્ર. મુંબઈ સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૬. ભજનસાગર : ૨; ૭. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ફૉહનામાવલિ.[ર.સો.]