ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મયારામ મેવાડી-૨: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મયારામ(મેવાડી)-૨'''</span> [ઈ.૧૭૯૧માં હયાત] : દયારામના સમકાલીન કવિ. તેમણે દયારામની સ્પર્ધામાં સર્જનકર્મ કર્યું હતું એમ કહેવાય છે, પરંતુ એમના સર્જનમાં દયારામ જેવું ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મયારામ_ભોજક-૧ | ||
|next = | |next = મયાવિજ્ય | ||
}} | }} |
Latest revision as of 04:59, 6 September 2022
મયારામ(મેવાડી)-૨ [ઈ.૧૭૯૧માં હયાત] : દયારામના સમકાલીન કવિ. તેમણે દયારામની સ્પર્ધામાં સર્જનકર્મ કર્યું હતું એમ કહેવાય છે, પરંતુ એમના સર્જનમાં દયારામ જેવું કવિત્વ નથી. કવિની સઘળી કૃતિઓમાં શિવસ્તુતિ છે. ‘કવિચરિત’ આ કવિએ ઈ.૧૭૯૧માં ‘શિવવિવાહ’ કાવ્ય રચ્યું હોવાનું નોંધે છે. ‘શિવપદસંગ્રહ’માં મુખ્યત્વે મુદ્રિત આ કવિની રચનાઓ સાથે ૬ પદ ને ૬૮ કડીનું ‘શિવવિવાહ’ કાવ્ય ‘શિવદાસ’ની નામછાપવાળું મળે છે. ‘શિવદાસ’ શબ્દ શિવનો દાસ એ વ્યાપક અર્થમાં વપરાયું હોવાની શક્યતા સ્વીકારીએ તો આ રચના આ કવિની હોવાનું માનવું પડે. એ સિવાય ૧૫ પદ ને ૧૮૯ કડીની સતી સીમંતિનીની શિવભક્તિનો મહિમા ગાતી ‘સોમપ્રદોષવ્રત’(મુ.), વ્રજની અસરવાળાં ૬ પદની ‘શિવજીનો ફાગ’(મુ.), ૭ પદમાં રચાયેલાં ‘શિવજીના સાતવાર’(મુ.), ૩૨ કડીની ‘શિવભક્તમાલ’(મુ.), ૨૫ કડીની ‘શિવ-પંચાક્ષરમાહાત્મ્ય’ (મુ.) તથા અન્ય શિવભક્તિનાં પદ(મુ.) કવિની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. શિવપદસંગ્રહ : ૧, અંબાલાલ શં.પાઠક, ઈ.૧૯૨૦; ૨. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૦-‘શિવજીનો ફાગ’ (મયારામકૃત), ભૂપેન્દ્ર બા. ત્રિવેદી. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ.[કી.જો.]