ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવિજ્ય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લબ્ધિવિજ્ય-૨'''</span> [ઈ.૧૭૫૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કેસરવિજ્યની પરંપરામાં અમરવિજ્યના શિષ્ય. ૪ ઉલ્લાસ, ૫૯ ઢાળમાં વિભાજિત ૭૦૦ કડીની દુહાબદ્ધ ‘હરિબલ મચ્છી-રાસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લબ્ધિવિજ્ય-૧ | ||
|next = | |next = લબ્ધિવિજ્ય-૩ | ||
}} | }} |
Latest revision as of 11:57, 10 September 2022
લબ્ધિવિજ્ય-૨ [ઈ.૧૭૫૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કેસરવિજ્યની પરંપરામાં અમરવિજ્યના શિષ્ય. ૪ ઉલ્લાસ, ૫૯ ઢાળમાં વિભાજિત ૭૦૦ કડીની દુહાબદ્ધ ‘હરિબલ મચ્છી-રાસ’(ર.ઈ.૧૭૫૪/સં.૧૮૧૦, મહા સુદ ૨, મંગળવાર; મુ.) કવિની ઉલ્લેખનીય રચના છે. જીવદયાનું ધર્માચરણ કરતા હરિબલમાછીને પ્રાપ્ત થતાં સુખસમૃદ્ધિની રોચક કથા એમાં આલેખાઈ છે. ૪ કડીની ‘ચૈત્રીપૂનમની સ્તુતિ’(મુ.), ‘જંબૂસ્વામી-સલોકો’, ૮ કડીની ‘નેમરાજલની સઝાય (મુ.), ૨૭ કડીની ‘સિદ્ધાચલ-ભાસ’ તથા ૨૬ કડીની ‘સંવત્સરી દાન-સ્તવન’(મુ.) એમની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. હરિબલ મચ્છી રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૮૯; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૪. જૈસસંગ્રહ(ન) સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]