અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના. {{space}}રૂપનો દરબાર ભરી બેઠો...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…|નંદકુમાર પાઠક}}
<poem>
<poem>
મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના.
મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના.

Revision as of 10:29, 10 July 2021


મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…

નંદકુમાર પાઠક

મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના.
         રૂપનો દરબાર ભરી બેઠો વસન્તરાજ
         નાચી રહી લહેરીઓ રીઝવતી રંગરાજ
એ તો જોતી'તી તોય જરી ડોલી ના ડોલી ના…મારે.

         ફૂલ ફૂલની વાત સુણી ડોલે વસન્તરાજ
         રમવાને રંગ ફાગ તેડે એ રંગરાજ
એણે હૈયાની વાત જરી ખોલી ના ખોલી ના…મારે.

         રેલાયો રંગ ચઢ્યો ધરતીને અંગ રે
         લહેરાતાં રૂપને ભીંજવતો જાય એ
હો એણે ઘૂંઘટની પાળ જરી તોડી ના તોડી ના…મારે.

(લહેરાતાં રૂપ, ૧૯૭૮, પૃ. ૬૫)