કાવ્યમંગલા/હસતી કે રડતી?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હસતી કે રડતી?|}} <poem> <center>(અંજની)</center> શૈશવની સિન્દુરપગલીએ, ભમતો તું અંતરની ગલીએ, હસતો ફુલડાંની ઢગલીએ , ::::: રમતો ને જમતો. એ પગલી ન પડી જ પડી જ્યાં, આ ધરતી ઉરને ન અડી ત્યાં, ક્યાં...")
 
(પ્રૂફ)
 
Line 20: Line 20:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કાલીદાસને
|previous = કાલિદાસને
|next = વાદળી
|next = વાદળી
}}
}}

Latest revision as of 01:30, 23 November 2023

હસતી કે રડતી?
(અંજની)


શૈશવની સિન્દુરપગલીએ,
ભમતો તું અંતરની ગલીએ,
હસતો ફુલડાંની ઢગલીએ ,
રમતો ને જમતો.

એ પગલી ન પડી જ પડી જ્યાં,
આ ધરતી ઉરને ન અડી ત્યાં,
ક્યાં ઉપડી અહ એ અધઘડીમાં
હસતી કે રડતી?

(૧૦ મે, ૧૯૩૧)