કાવ્યમંગલા/રંગરંગ વાદળિયાં: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રંગરંગ વાદળિયાં| }} <poem> હાં રે અમે ગયા’તાં ::: હો રંગના ઓવારે, ::: કે તેજના ફુવારે, ::: અનંતના આરે, :::: કે રંગ રંગ વાદળિયાં. હાં રે અમે ઊડયાં ::: હો મોરલાના ગાણે, ::: કે વાયરાના વહાણે, :...") |
(પ્રૂફ) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
હાં રે અમે | હાં રે અમે ગ્યા’તાં | ||
::: હો રંગના ઓવારે, | ::: હો રંગના ઓવારે, | ||
::: કે તેજના ફુવારે, | ::: કે તેજના ફુવારે, | ||
Line 9: | Line 9: | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | :::: કે રંગ રંગ વાદળિયાં. | ||
હાં રે અમે | હાં રે અમે ઊડ્યાં | ||
::: હો મોરલાના ગાણે, | ::: હો મોરલાના ગાણે, | ||
::: કે વાયરાના વહાણે, | ::: કે વાયરાના વહાણે, | ||
::: આ શા ના સુકાને, | ::: આ શા ના સુકાને, | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | :::: કે રંગ રંગ વાદળિયાં. ૧૦ | ||
હાં રે અમે થંભ્યાં | હાં રે અમે થંભ્યાં | ||
Line 25: | Line 25: | ||
::: કે પૃથ્વીની પાળે, | ::: કે પૃથ્વીની પાળે, | ||
::: પાણીના પથારે, | ::: પાણીના પથારે, | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | :::: કે રંગ રંગ વાદળિયાં. ૨૦ | ||
હાં રે અમે નાહ્યાં | હાં રે અમે નાહ્યાં | ||
Line 37: | Line 37: | ||
::: દરિયાને હીંડોળે, | ::: દરિયાને હીંડોળે, | ||
::: ગગનને ગોળે, | ::: ગગનને ગોળે, | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | :::: કે રંગ રંગ વાદળિયાં. ૩૦ | ||
હાં રે અમે જાગ્યાં | હાં રે અમે જાગ્યાં | ||
Line 46: | Line 46: | ||
હાં રે અમે નાચ્યાં | હાં રે અમે નાચ્યાં | ||
::: તારાના તરંગે , | ::: તારાના તરંગે, | ||
::: રઢિયાળા રંગે, | ::: રઢિયાળા રંગે, | ||
::: આનંદના અભંગે, | ::: આનંદના અભંગે, | ||
Line 57: | Line 57: | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | :::: કે રંગ રંગ વાદળિયાં. | ||
(૨૨ | (૨૨ ઑગસ્ટ, ૧૯૩૨) | ||
</poem> | </poem> |
Latest revision as of 02:39, 24 November 2023
હાં રે અમે ગ્યા’તાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે ઊડ્યાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આ શા ના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં. ૧૦
હાં રે અમે થંભ્યાં
હો મહેલના મિનારે,
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં. ૨૦
હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે.
કે તેજના ફુવારે,
કુંકુંમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢ્યાં
છલકતી છોળે,
દરિયાને હીંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં. ૩૦
હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયાં ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે આવ્યાં
હો રંગ રંગ અંગે,
અનંત રૂપ રંગે,
તમારે ઉછંગે,
કે રંગ રંગ વાદળિયાં.
(૨૨ ઑગસ્ટ, ૧૯૩૨)