સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુમન મજમુદાર/મેઘ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
ધોમધડાકા, વ્યોમ-કડાકા, વાદળીઓની દોટમદોટ;
ધોમધડાકા, વ્યોમ-કડાકા, વાદળીઓની દોટમદોટ;
પવન ફૂંકાયા ધરતી ઉપર, ધૂળ તણા ત્યાં ગોટમગોટ;
પવન ફૂંકાયા ધરતી ઉપર, ધૂળ તણા ત્યાં ગોટમગોટ;

Latest revision as of 06:05, 30 September 2022

ધોમધડાકા, વ્યોમ-કડાકા, વાદળીઓની દોટમદોટ;
પવન ફૂંકાયા ધરતી ઉપર, ધૂળ તણા ત્યાં ગોટમગોટ;
ચમકે વીજળી અપરંપાર, મેઘ વરસતો અનરાધાર.

ગિરિવર કેરાં શિખરો ઝળક્યાં, ખળક્યાં ઝરણાં અપરંપાર;
નદીઓ માંહે નીર ઉમટિયાં, નવાણ છલક્યાં ભારોભાર;
ખેડુ હલકે કરે પુકાર, મેઘ વરસતો અનરાધાર.

મયૂરો ટહુક્યા, કોયલ કૂકી, મીઠો કંઠ તણો રણકાર;
ચકલાં ચાલ્યાં માળામાં ને ચાતક હળવો મનનો ભાર;
રણકે ડોબાં સાંજ-સવાર, મેઘ વરસતો અનરાધાર.