કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૮. દિવ્ય સર્જકો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૪૮. દિવ્ય સર્જકો}} <poem> મૂળ તો ભીનું ભીનું ખસે {{Space}} પાણી પવન અને મન જેવું {{Space}}{{Space}} એ ધસમસ ના ધસે... મૂળ તોo કદી નથી જોવાનાં જેને એને માટે ઝૂરે પાણી, પોષણ, પ્રેમ જે કહો – પળે પળે એ પૂરે, {{Space}} માટ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|૪૮. દિવ્ય સર્જકો}} | {{Heading|૪૮. દિવ્ય સર્જકો}} | ||
<poem> | <poem> | ||
Line 18: | Line 19: | ||
{{Space}} {{Space}} ધરતીના હૈયામાં કેવાં દિવ્ય સર્જકો વસે... | {{Space}} {{Space}} ધરતીના હૈયામાં કેવાં દિવ્ય સર્જકો વસે... | ||
{{Space}}{{Space}} મૂળ તો ધીમું ધીમું ખસે.... | {{Space}}{{Space}} મૂળ તો ધીમું ધીમું ખસે.... | ||
<br> | |||
૧૨, ૧૩-૭-૧૨ | ૧૨, ૧૩-૭-૧૨ | ||
</poem> | </poem> | ||
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૨૮૮)}} | {{Right|(અંતરનું એકાંત, પૃ. ૨૮૮)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૭. મનમાં | |||
|next = ૪૯. શબદ | |||
}} |
Latest revision as of 05:46, 13 November 2022
૪૮. દિવ્ય સર્જકો
મૂળ તો ભીનું ભીનું ખસે
પાણી પવન અને મન જેવું
એ ધસમસ ના ધસે... મૂળ તોo
કદી નથી જોવાનાં જેને એને માટે ઝૂરે
પાણી, પોષણ, પ્રેમ જે કહો – પળે પળે એ પૂરે,
માટીના મૂંઝારા વેઠે, અંધારામાં વસે... મૂળ તોo
કણ કણમાંથી પોષણ ખેંચી રહ્યું હશે શી રીતે?
કોમળ કહેવું કેમ, ઝૂઝતું ભીતર એ જે રીતે!
ટોચ સુધી પહોંચાડે જીવન,
કયા શ્વાસ એ શ્વસે... મૂળ તોo
રૂપ અસલ ધરતીનું અંદરથી ઉપર એ લાવે
સૌંદર્યોનાં મૂળ રહસ્યો કદી બ્હાર ના આવે!
ધરતીના હૈયામાં કેવાં દિવ્ય સર્જકો વસે...
મૂળ તો ધીમું ધીમું ખસે....
૧૨, ૧૩-૭-૧૨
(અંતરનું એકાંત, પૃ. ૨૮૮)