કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૮. શબદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૮. શબદ|}} <poem> કોઈ શબદ આવે આ રમતો રે, :: કોઈ શબદ આવે મનગમતો, મહામૌનનાં શિખર શિખરથી :: સૂરજ નમતો નમતો રે — :: કોઈ શબદ આવે આ રમતો. એક શબદ હૈયે ઝીલું ને :::: હોઠ કરી દઉં બંધ, માથું ઢાળી રહું અઢ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
:: સૂરજ નમતો નમતો રે — | :: સૂરજ નમતો નમતો રે — | ||
:: કોઈ શબદ આવે આ રમતો. | :: કોઈ શબદ આવે આ રમતો. | ||
એક શબદ હૈયે ઝીલું ને | એક શબદ હૈયે ઝીલું ને | ||
:::: હોઠ કરી દઉં બંધ, | :::: હોઠ કરી દઉં બંધ, | ||
Line 15: | Line 16: | ||
:: શબદ ઊગે, હું શમતો રે — | :: શબદ ઊગે, હું શમતો રે — | ||
:: કોઈ શબદ આવે આ રમતો. | :: કોઈ શબદ આવે આ રમતો. | ||
ઝાંખો ઝાંખો દિવસ બન્યો ને | ઝાંખો ઝાંખો દિવસ બન્યો ને | ||
:::: પાંખી પાંખી રાત, | :::: પાંખી પાંખી રાત, | ||
Line 21: | Line 23: | ||
:: ભાંગ્યા ભેદભરમ તો રે, | :: ભાંગ્યા ભેદભરમ તો રે, | ||
:: કોઈ શબદ આવે આ રમતો. | :: કોઈ શબદ આવે આ રમતો. | ||
પિંડ મહીં આકાર ધરે | પિંડ મહીં આકાર ધરે | ||
:::: પળ પળ ગુંજરતો પિંડ. | :::: પળ પળ ગુંજરતો પિંડ. |
Revision as of 10:33, 11 November 2022
૪૮. શબદ
કોઈ શબદ આવે આ રમતો રે,
કોઈ શબદ આવે મનગમતો,
મહામૌનનાં શિખર શિખરથી
સૂરજ નમતો નમતો રે —
કોઈ શબદ આવે આ રમતો.
એક શબદ હૈયે ઝીલું ને
હોઠ કરી દઉં બંધ,
માથું ઢાળી રહું અઢેલી
આ આકાશી કંધઃ
શબદ ઊગે, હું શમતો રે —
કોઈ શબદ આવે આ રમતો.
ઝાંખો ઝાંખો દિવસ બન્યો ને
પાંખી પાંખી રાત,
પગલે પગલે પડી રહી આ
બીબે બીજી ભાતઃ
ભાંગ્યા ભેદભરમ તો રે,
કોઈ શબદ આવે આ રમતો.
પિંડ મહીં આકાર ધરે
પળ પળ ગુંજરતો પિંડ.
માંસલ સાજ પરે આ કોની
અમી ટપકતી મીંડ!
શો સરસ સરસ રસ ઝમતો રે,
કોઈ શબદ આવે આ રમતો.
(અમલપિયાલી, પૃ. ૧૧૫)