યાત્રા/પ્રતિપદા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રતિપદા|}} <poem> અમાસે ડૂબેલા તિમિર-ભરતીમાં જગતને થતું કે હાવાં તે મરણ વિણ આરા અવર ના, ઉતારો કે તારે નહિ જ્યહીં કિનારે નજરમાં, હવે તો હોડીની કબર બનવાની જલધિમાં. ત્યહીં અંધારાના...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
અમાસે ડૂબેલા તિમિર-ભરતીમાં જગતને
અમાસે ડૂબેલા તિમિર-ભરતીમાં જગતને
થતું કે હાવાં તે મરણ વિણ આરા અવર ના,
થતું કે હાવાં તો મરણ વિણ આરો અવર ના,
ઉતારો કે તારે નહિ જ્યહીં કિનારે નજરમાં,
ઉતારો કે તારો નહિ ક્યહીં કિનારો નજરમાં,
હવે તો હોડીની કબર બનવાની જલધિમાં.
હવે તો હોડીની કબર બનવાની જલધિમાં.


Line 15: Line 15:
પછી જાણ્યું સૌએ તિમિર ચડતું ને ઊતરતું
પછી જાણ્યું સૌએ તિમિર ચડતું ને ઊતરતું
રહે છે નિત્યે, તો ક્યમ ઉર નિરાશાથી ભરવું?
રહે છે નિત્યે, તો ક્યમ ઉર નિરાશાથી ભરવું?
ખિલેલી જ્યોસ્નામાં કુમુદ વીણવાં પાલવ ભરી,
ખિલેલી જ્યોત્સ્નામાં કુમુદ વીણવાં પાલવ ભરી,
અમાસે તારાઓ વીણી વીણી લઈ ઝોળી ભરવી.
અમાસે તારાઓ વીણી વીણી લઈ ઝોળી ભરવી.


તને હો પૂજીશું, નમણી સખી! પંચાંગુલિ થકી,
તને હો પૂજીશું, નમણી સખી! પંચાંગુલિ થકી,
અમને આશા ને બલ અ૨૫જે, હો પ્રતિપદા!
અમોને આશા ને બલ અ૨૫જે, હો પ્રતિપદા!
{{Right|મે, ૧૯૩૮}}
{{Right|મે, ૧૯૩૮}}
</poem>
</poem>

Revision as of 16:00, 8 May 2023

પ્રતિપદા

અમાસે ડૂબેલા તિમિર-ભરતીમાં જગતને
થતું કે હાવાં તો મરણ વિણ આરો અવર ના,
ઉતારો કે તારો નહિ ક્યહીં કિનારો નજરમાં,
હવે તો હોડીની કબર બનવાની જલધિમાં.

ત્યહીં અંધારાનાં જલથી જગ ઉદ્ધાર કરવા
પ્રભુએ નાખીને ગલ શું શશીનો હોડી જગની
તણાતી રોકી, ને અતલ તમના સાગર થકી
કિનારે પહોંચાડી જ્યહીં વિલસતી પૂનમ હતી.

પછી જાણ્યું સૌએ તિમિર ચડતું ને ઊતરતું
રહે છે નિત્યે, તો ક્યમ ઉર નિરાશાથી ભરવું?
ખિલેલી જ્યોત્સ્નામાં કુમુદ વીણવાં પાલવ ભરી,
અમાસે તારાઓ વીણી વીણી લઈ ઝોળી ભરવી.

તને હો પૂજીશું, નમણી સખી! પંચાંગુલિ થકી,
અમોને આશા ને બલ અ૨૫જે, હો પ્રતિપદા!
મે, ૧૯૩૮