યાત્રા/એક સાંજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એક સાંજ|}} <poem> જતી'તી સંધ્યાના શિબિર ગમ પૃથ્વી રસળતી, અમારી ગાડીયે દડબડ જતી દક્ષિણ દિશે, જડેલા પાટાના સરળ ઉરને ઉગ્ર દમતાં, ધપંતાં પૈડાંની ખટપટ ઉઠી ઊઠી શમતી. વળી સાથે સાથે પથ તણી...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 3: Line 3:


<poem>
<poem>
જતી'તી સંધ્યાના શિબિર ગમ પૃથ્વી રસળતી,
જતી’તી સંધ્યાના શિબિર ગમ પૃથ્વી રસળતી,
અમારી ગાડીયે દડબડ જતી દક્ષિણ દિશે,
અમારી ગાડી યે દડબડ જતી દક્ષિણ દિશે,
જડેલા પાટાના સરળ ઉરને ઉગ્ર દમતાં,
જડેલા પાટાના સરળ ઉરને ઉગ્ર દમતાં,
ધપંતાં પૈડાંની ખટપટ ઉઠી ઊઠી શમતી.
ધપંતાં પૈંડાંની ખટપટ ઉઠી ઊઠી શમતી.


વળી સાથે સાથે પથ તણી પ્રલંબાઈ વધતા
વળી સાથે સાથે પથ તણી પ્રલંબાઈ વધતા
તણાયા સ્તંભે પે જલધિલહરી વિસ્તૃત સમા
તણાયા સ્તંભો પે જલધિલહરી વિસ્તૃત સમા
થતા નીચા ઊંચા નિયમસર સૌ તાર, લહરી
થતા નીચા ઊંચા નિયમસર સૌ તાર, લહરી
ઉઠાવી લાવીને અગમ મુલકોની પજવતા.
ઉઠાવી લાવીને અગમ મુલકોની પજવતા.


અને એ તારો પે ક્યહીં ક્યહીંક બેઠાં વિહગડાંઃ
અને એ તારો પે ક્યહીં ક્યહીંક બેઠાં વિહગડાં :
ભૂરું મચ્છીભખ્ખુ, અસિતવરણે કોશી, ચકલાં
ભુરું મચ્છીભખ્ખુ, અસિતવરણો કોશી, ચકલાં
ચકંતાં ને હાલ સ્થવિર જડ સંન્યાસી સરખો,
ચકંતાં ને હોલો સ્થવિર જડ સંન્યાસી સરખો,
તમામે બેઠાં ત્યાં અમ તરફ શી પૂંઠ કરીને!
તમામે બેઠાં ત્યાં અમ તરફ શી પૂંઠ કરીને!


ઉપેક્ષા શી સૌને! વનચર શું નિઃસત્વ સમજી
ઉપેક્ષા શી સૌને! વનચર શું નિઃસત્વ સમજી
અમારી ગાડીને, નજર નહિ નાખે ય ગમ આ:
અમારી ગાડીને, નજર નહિ નાખે ય ગમ આ;
કયા આશ્ચર્ય કે ક્ષણ સુખદ કેરા સ્વપનમાં
કયા આશ્ચર્યે કે ક્ષણ સુખદ કેરા સ્વપનમાં
નિરાંતે બેઠાં એ મગન થઈ વાતા પવનમાં?
નિરાંતે બેઠાં એ મગન થઈ વાતા પવનમાં?
</poem>
</poem>

Revision as of 15:29, 11 May 2023

એક સાંજ

જતી’તી સંધ્યાના શિબિર ગમ પૃથ્વી રસળતી,
અમારી ગાડી યે દડબડ જતી દક્ષિણ દિશે,
જડેલા પાટાના સરળ ઉરને ઉગ્ર દમતાં,
ધપંતાં પૈંડાંની ખટપટ ઉઠી ઊઠી શમતી.

વળી સાથે સાથે પથ તણી પ્રલંબાઈ વધતા
તણાયા સ્તંભો પે જલધિલહરી વિસ્તૃત સમા
થતા નીચા ઊંચા નિયમસર સૌ તાર, લહરી
ઉઠાવી લાવીને અગમ મુલકોની પજવતા.

અને એ તારો પે ક્યહીં ક્યહીંક બેઠાં વિહગડાં :
ભુરું મચ્છીભખ્ખુ, અસિતવરણો કોશી, ચકલાં
ચકંતાં ને હોલો સ્થવિર જડ સંન્યાસી સરખો,
તમામે બેઠાં ત્યાં અમ તરફ શી પૂંઠ કરીને!

ઉપેક્ષા શી સૌને! વનચર શું નિઃસત્વ સમજી
અમારી ગાડીને, નજર નહિ નાખે ય ગમ આ;
કયા આશ્ચર્યે કે ક્ષણ સુખદ કેરા સ્વપનમાં
નિરાંતે બેઠાં એ મગન થઈ વાતા પવનમાં?

૧૯૩૬