અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એ સોળ વરસની છોરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}એ સોળ વરસની છોરી, સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કો...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|એ સોળ વરસની છોરી| પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
{{space}}એ સોળ વરસની છોરી,
{{space}}એ સોળ વરસની છોરી,

Revision as of 08:21, 12 July 2021

એ સોળ વરસની છોરી

પ્રિયકાન્ત મણિયાર

         એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી. એ.

ગગનભર્યાં ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી. એ.

મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી. એ.

એનાં પગલે પગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ;
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી. એ.

(આ નભ ઝૂક્યું, પૃ. ૫)