ગુજરાતી ગઝલસંપદા/રૂસ્વા મજલૂમી: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary Tag: Reverted |
Shnehrashmi (talk | contribs) m (Shnehrashmi moved page ગુજરાતી ગઝલસંપદા/રૂસ્વા મજલૂમી to ગુજરાતી ગઝલસંપદા/રૂસ્વા મજલૂમી) |
(No difference)
|
Revision as of 13:53, 6 January 2023
રૂસ્વા મજલૂમી
મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
મારો ય એક જમાનો હતો, કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો, કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?
માની રહ્યો છે જેને જમાનો જીવન–મરણ,
ઝગડો એ હા ને ના નો હતો, કોણ માનશે?
હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?
‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?