અનેકએક/બુદ્બુદો: Difference between revisions
(Created page with "{{center|'''બુદ્બુદો'''}} <poem> '''૧''' ઊછળતા સમુદ્રમાં બુદ્બુદો બંધાઈ રહ્યા છે વીખરાઈ રહ્યા છે બંધાઈ રહ્યા છે બુદ્બુદ બંધાય તો શું? બુદ્બુદ વીખરાય તોય શું? '''૨''' તરંગો પર સવાર બુદ્બુદો ઊડી રહ્યા છ...") |
(→) |
||
Line 6: | Line 6: | ||
ઊછળતા સમુદ્રમાં | ઊછળતા સમુદ્રમાં | ||
બુદ્બુદો | |||
બંધાઈ રહ્યા છે વીખરાઈ રહ્યા છે | બંધાઈ રહ્યા છે વીખરાઈ રહ્યા છે | ||
બંધાઈ રહ્યા છે | બંધાઈ રહ્યા છે | ||
બુદ્બુદ બંધાય | |||
તો શું? | તો શું? | ||
બુદ્બુદ વીખરાય તોય શું? | |||
Line 17: | Line 17: | ||
તરંગો પર સવાર | તરંગો પર સવાર | ||
બુદ્બુદો ઊડી રહ્યા છે | |||
વેગીલા પવન સાથે | વેગીલા પવન સાથે | ||
પ્રવેશી ગયેલો સૂર્ય | પ્રવેશી ગયેલો સૂર્ય | ||
અનેક ઝબકારા વેરી રહ્યો છે | અનેક ઝબકારા વેરી રહ્યો છે | ||
પછડાતા | પછડાતા બુદ્બુદો | ||
સમુદ્ર પર | સમુદ્ર પર | ||
સૂર્યતરંગો થઈ વહી રહ્યા છે | સૂર્યતરંગો થઈ વહી રહ્યા છે | ||
Line 28: | Line 28: | ||
બોલે નહિ | બોલે નહિ | ||
તો | તો બુદ્બુદો પણ | ||
સમુદ્ર જ છે | સમુદ્ર જ છે | ||
Line 34: | Line 34: | ||
સોનેરી રેતીમાં | સોનેરી રેતીમાં | ||
બુદ્બુદો ઘેરાઈ ગયા છે | |||
શંખ-છીપલાંમાં અટવાઈ ગયા છે | શંખ-છીપલાંમાં અટવાઈ ગયા છે | ||
ઓટનો સમુદ્ર | ઓટનો સમુદ્ર | ||
આઘે આઘે જતો રહ્યો છે | આઘે આઘે જતો રહ્યો છે | ||
રેતકણો વચ્ચે | રેતકણો વચ્ચે | ||
બુદ્બુદો તતડી તતડી | |||
તૂટી રહ્યા છે | તૂટી રહ્યા છે | ||
શંખમાં | શંખમાં ઝીણેરો રવ પણ નથી | ||
'''૫''' | '''૫''' | ||
બુદ્બુદોના પોલાણમાં | |||
ઘુઘવાટનાં ઊંડાણ | ઘુઘવાટનાં ઊંડાણ | ||
વેગના ચકરાવા છે | વેગના ચકરાવા છે | ||
તરંગોમાં | તરંગોમાં | ||
ઊંડે ઊતરી ગયેલ | ઊંડે ઊતરી ગયેલ બુદ્બુદો બોલી બેસે | ||
હું સમુદ્ર છું | હું સમુદ્ર છું | ||
સમુદ્રનું ચૂપ રહેવું | સમુદ્રનું ચૂપ રહેવું | ||
અને નહિ કે | અને નહિ કે બુદ્બુદનું તૂટી જવું | ||
બધું જ કહી દે | બધું જ કહી દે | ||
Line 59: | Line 59: | ||
સમુદ્ર | સમુદ્ર | ||
બુદ્બુદબોલીઓ બોલે | |||
પવન ચૂમે | પવન ચૂમે | ||
આકાશ જુએ | આકાશ જુએ | ||
Line 69: | Line 69: | ||
'''૭''' | '''૭''' | ||
બુદ્બુદોથી | |||
સમુદ્ર વીણ્યો વિણાય નહિ | સમુદ્ર વીણ્યો વિણાય નહિ | ||
ઊંચક્યો ઊંચકાય નહિ | ઊંચક્યો ઊંચકાય નહિ | ||
ઝાલ્યો ઝલાય નહિ | ઝાલ્યો ઝલાય નહિ | ||
અળગોઆઘોય થાય નહિ | અળગોઆઘોય થાય નહિ | ||
બુદ્બુદોમાં | |||
સમુદ્ર સમાવ્યો સમાય નહિ | સમુદ્ર સમાવ્યો સમાય નહિ | ||
Latest revision as of 08:49, 26 March 2023
બુદ્બુદો
૧
ઊછળતા સમુદ્રમાં
બુદ્બુદો
બંધાઈ રહ્યા છે વીખરાઈ રહ્યા છે
બંધાઈ રહ્યા છે
બુદ્બુદ બંધાય
તો શું?
બુદ્બુદ વીખરાય તોય શું?
૨
તરંગો પર સવાર
બુદ્બુદો ઊડી રહ્યા છે
વેગીલા પવન સાથે
પ્રવેશી ગયેલો સૂર્ય
અનેક ઝબકારા વેરી રહ્યો છે
પછડાતા બુદ્બુદો
સમુદ્ર પર
સૂર્યતરંગો થઈ વહી રહ્યા છે
૩
બોલે નહિ
તો બુદ્બુદો પણ
સમુદ્ર જ છે
૪
સોનેરી રેતીમાં
બુદ્બુદો ઘેરાઈ ગયા છે
શંખ-છીપલાંમાં અટવાઈ ગયા છે
ઓટનો સમુદ્ર
આઘે આઘે જતો રહ્યો છે
રેતકણો વચ્ચે
બુદ્બુદો તતડી તતડી
તૂટી રહ્યા છે
શંખમાં ઝીણેરો રવ પણ નથી
૫
બુદ્બુદોના પોલાણમાં
ઘુઘવાટનાં ઊંડાણ
વેગના ચકરાવા છે
તરંગોમાં
ઊંડે ઊતરી ગયેલ બુદ્બુદો બોલી બેસે
હું સમુદ્ર છું
સમુદ્રનું ચૂપ રહેવું
અને નહિ કે બુદ્બુદનું તૂટી જવું
બધું જ કહી દે
૬
સમુદ્ર
બુદ્બુદબોલીઓ બોલે
પવન ચૂમે
આકાશ જુએ
છીપ વીણે
રેતી શ્વસે
સમુદ્ર બોલે સમુદ્ર સાંભળે
૭
બુદ્બુદોથી
સમુદ્ર વીણ્યો વિણાય નહિ
ઊંચક્યો ઊંચકાય નહિ
ઝાલ્યો ઝલાય નહિ
અળગોઆઘોય થાય નહિ
બુદ્બુદોમાં
સમુદ્ર સમાવ્યો સમાય નહિ