શાંત કોલાહલ/૪ મધુમાધવી: Difference between revisions
Jump to navigation
Jump to search
૪ મધુમાધવી
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 19: | Line 19: | ||
જેની લહેરથી હવા ચડતી હિલોળે ! | જેની લહેરથી હવા ચડતી હિલોળે ! | ||
બંદેજ | બંદેજ પીમળ મહીં મધુમાધવીની ! | ||
લાવણ્યમૂર્તિ નીરખું તુજમાં રતિની ! | લાવણ્યમૂર્તિ નીરખું તુજમાં રતિની ! | ||
</poem>}} | </poem>}} |
Latest revision as of 01:56, 1 April 2023
ઝૂક્યો જરાક રવિ પશ્ચિમને પ્રદેશ,
ને દીર્ઘ છાંય તરુની થઈ વાટિકામાં;
તારો સખીગણની સંગ ત્યહીં પ્રવેશ,
કિલ્લોલતી મૃદુ કટાક્ષથી સામસામા.
ને ત્યાં કદંબ થકી ટ્હૌકત નીલકંઠ,
એને ધરે તું કરમાં કણ ધાન્યકેરા;
વિશ્રંભથી ચુગત એ પણ મંદ મંદ,
તારે શિરે કુસુમની વરસંત મેહા.
આનંદથી સભર અંતરકેરી હોંશે
તું ખેલતી હીંચતી વા દ્રુમને હિંડોળે;
રેલાય ગાન રમણાતણું ધન્ય તોષે,
જેની લહેરથી હવા ચડતી હિલોળે !
બંદેજ પીમળ મહીં મધુમાધવીની !
લાવણ્યમૂર્તિ નીરખું તુજમાં રતિની !