દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૯. અંધારું: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૯. અંધારું|}} <poem> રવિતણું તેજ છતે છુપાયું, અંધારું પૃથ્વીપડમાં છવાયું; તે જેમ જ્યારે શુભ રાજ્ય જાય, અંધેર જ્યાં ત્યાં નજરે જણાય. રવિ રહ્યો નાટક ખેલિ છાનો, હવે દિસે છે શશિ આવવા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
આકાશ મધ્યે વિજળી બિરાજે. | આકાશ મધ્યે વિજળી બિરાજે. | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૩૮. ગ્રીષ્મ ઋતુનું વર્ણન | ||
|next = | |next = ૪૦. ચંદ્રોદય | ||
}} | }} |
Latest revision as of 10:54, 21 April 2023
૩૯. અંધારું
રવિતણું તેજ છતે છુપાયું,
અંધારું પૃથ્વીપડમાં છવાયું;
તે જેમ જ્યારે શુભ રાજ્ય જાય,
અંધેર જ્યાં ત્યાં નજરે જણાય.
રવિ રહ્યો નાટક ખેલિ છાનો,
હવે દિસે છે શશિ આવવાનો;
આ અંધકાર પ્રસરી અડ્યો છે,
શું રંગભૂમિ પડદો પડ્યો છે.
કેવું દિસે છે વળિ અઁધારૂં,
ચોફેર જોઈ ચિત્તમાં વિચારૂં;
વહી જતાં રાજ્ય દિનેશવાળું,
ધર્યું ધરાએ પટકૂળ કાળું.
ન્હાના વડા પર્વત જે જણાતા,
હવે નથી તે નજરે જ થાતા;
તે જેમ જ્યારે પરરાજ્ય ફાવે,
ઉદાર કોઈ નજરે ન આવે.
જોગી જનો પર્વતમાં વસે છે,
તેઓ તણી તાપણીઓ દિસે છે;
જાણે નથી મેઘ તથાપિ આજે,
આકાશ મધ્યે વિજળી બિરાજે.