દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪૨. પરોઢિયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૨. પરોઢિયું|ઉપજાતિ વૃત્ત}} <poem> ઘંટા તણા ચાર ટકોર વાગ્યા, ઉદ્યોગી લોકો જન સર્વ જાગ્યા; જાણે શ્રુતિ ચાર તણા ઉચારે, મુમુક્ષુ અજ્ઞાનપણું ઉતારે. પૂર્વે ઉગ્યો શુક્રતણો શિતારો, તે...")
 
No edit summary
 
Line 58: Line 58:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૪૧. આથમતા તારા તથા ચંદ્ર
|next =  
|next = ૪૩. જળવર્ણન
}}
}}

Latest revision as of 07:00, 22 April 2023


૪૨. પરોઢિયું

ઉપજાતિ વૃત્ત


ઘંટા તણા ચાર ટકોર વાગ્યા,
ઉદ્યોગી લોકો જન સર્વ જાગ્યા;
જાણે શ્રુતિ ચાર તણા ઉચારે,
મુમુક્ષુ અજ્ઞાનપણું ઉતારે.

પૂર્વે ઉગ્યો શુક્રતણો શિતારો,
તેજસ્વી તો શોભિત શ્રેષ્ઠ સારો;
શું સૂર્યનો તે સરદાર આવ્યો,
સંધિ કરાવા શુભ વિષ્ટિ લાવ્યો.

પરોઢિયે શીતળ વાયુ વાય,
તેથી પડે ટાઢ અને ધુજાય;
કુરાજ્યમાં જેમ જનો ન જંપે,
બીકે બધાં લોકની કાય કંપે.

પરોઢિયે ઝાકળ તો પડે છે,
ભીનાં થયેલાં તરુ તે વડે છે;
જાણે નિશાસુંદરી છાંડી ધીર,
રોઈ ધરાવે નિજ નેણ નીર.

કૂકૂ સ્વરો કુક્કુટ તો કરે છે,
સર્વત્ર જેના સ્વર સંચરે છે;
જાણે રવિરાય પધારનારો,
તેના છડીદાર તણા ઉચારો.

વાજે રૂડાં ચોઘડિયાં નગારાં,
જે લોકને નિત્ય જગાડનારાં;
જાણે નવા રાજ્યની ફોલ આવે,
તેની બડી નોબત આ બજાવે.

ઘંટીતણા ઘોષ ઘણાક થાય,
દાણા પડ્યા બે પડમાં દળાય;
આકાશ પૃથ્વી પડ બે પ્રમાણો,
જીવો પડ્યા તેમ દળાય જાણો.

મહી વલોવે મહિયારી નારી,
તજી બીજું માખણ લે ઉતારી;
તે જેમ સુજ્ઞો સુણી શાસ્ત્રબોધ,
તજે બીજું સંઘરી સાર શોધ.

સીમા ભણી શબ્દ કરે શિયાળ,
કાને પડે ઘોષ ઘણા કરાળ;
જાણે નિશાનિ ચમુને જણાવે,
નાસો હવે સૂર્યનું સૈન્ય આવે.

વિદ્યાર્થી પાઠ ઉઠી કરે છે,
જાણે રવિના જશ ઊચરે છે;
પ્રભાતિયાં ગાય સુભક્ત પ્રીતે,
જાણે રવિના ગુણ ગાય ગીતે.