દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૯. નરસિંહ મહેતાના ઓટા વિષે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૯. નરસિંહ મહેતાના ઓટા વિષે|સવૈયા}} <poem> છત્ર નથી શિર છાપરું છે નહિ છતમાં પણ છેક જ છોટો; તોપણ છે ત્રણલોક પ્રસિદ્ધ સુમેરુ થકી મહિમા બહુ મોટો, તત્ત્વ અનેકનું તત્ત્વજથા પ્રગટે મહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
જો ધરિ જન્મ ગયો ન જુનેગઢ તો જન જન્મ ધર્યો ન ધર્યો. | જો ધરિ જન્મ ગયો ન જુનેગઢ તો જન જન્મ ધર્યો ન ધર્યો. | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૮૮. સગાભાઈ શિશુ | ||
|next = | |next = ૯૦. વાણીમહિમા | ||
}} | }} |
Latest revision as of 07:48, 23 April 2023
૮૯. નરસિંહ મહેતાના ઓટા વિષે
સવૈયા
છત્ર નથી શિર છાપરું છે નહિ છતમાં પણ છેક જ છોટો;
તોપણ છે ત્રણલોક પ્રસિદ્ધ સુમેરુ થકી મહિમા બહુ મોટો,
તત્ત્વ અનેકનું તત્ત્વજથા પ્રગટે મહત્ત્વ તણો પરપોટો,
આ મહેતા નરસિંહ તણો અઘનાશક પુણ્ય પ્રકાશક ઓટો.
જો નહિ સોરઠ દેશ ફર્યો પરદેશ વિશેષ ફર્યો ન ફર્યો;
જો ગિરનાર પ્રવેશ કર્યો ન પ્રયાગ પ્રવેશ કર્યો ન કર્યો;
જો ન દામોદરકુંડ તર્યો સરિતા જલ સર્વ તર્યો ન તર્યો,
જો ધરિ જન્મ ગયો ન જુનેગઢ તો જન જન્મ ધર્યો ન ધર્યો.