દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૮. સગાભાઈ શિશુ
Jump to navigation
Jump to search
૮૮. સગાભાઈ શિશુ
મનહર છંદ
એક કહે તારો દેવ ખાતો નથી પીતો નથી,
રાંધીને રસોઈ એની આગળ શી ધરવી;
બીજો કહે તારો દેવ બધીર ને મુંગો છે તે
ઉત્તર ન આપે એની પ્રાર્થના શી કરવી;
બંને જણા જગતના નાથનેજ ભજનારા,
નથી જાણતા જે નિંદા કેની આ ઉચરવી;
કહે દલપતરામ જેમ સગા ભાઈ શીશુ,
એક બીજાની માને તે ગાળો દે તે ગરવી.