રચનાવલી/૪: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘રણમલ્લ છંદ' જેવી જાણીતી રચનાના કવિ શ્રીધર વ્યાસથી જુદા એક બીજા શ્રીધર કવિ નોંધાયા છે. આ બે કવિ વચ્ચે સોએક વર્ષનો ગાળો છે, પણ સોળમી સદીની આસપાસ હયાત ગણાતા જૂનાગઢના આ કવિએ ‘રાવણ મંદોદરી સંવાદ'માં ગુજરાતની ઘણી બધી કહેવતોને એક જગ્યાએ સંઘરી લીધી છે એ માટે તેમજ રાવણ મંદોદરી સંવાદ’ ઉપરાંત ‘ગૌરી ચરિત્ર' નામની રચનામાં શિવ-ભીલડી સંવાદ રચીને નરસિંહ મહેતાના ‘રાધાકૃષ્ણ સંવાદ’ની જાણે કે બરોબરી કરવાનો પ્રયાસ કર્યો છે એ માટે ખાસ સંભારવા જેવો છે. એણે પોતાની ઓળખ મોઢ અડાલજા વણિક તરીકે અને સહમા મંત્રીના પુત્ર તરીકે આપી છે. જૂનાગઢના નિવાસ અંગે એણે ‘જીરણદુર્ગ નિવાસ’ એવો ઉલ્લેખ કર્યો છે. | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘રણમલ્લ છંદ' જેવી જાણીતી રચનાના કવિ શ્રીધર વ્યાસથી જુદા એક બીજા શ્રીધર કવિ નોંધાયા છે. આ બે કવિ વચ્ચે સોએક વર્ષનો ગાળો છે, પણ સોળમી સદીની આસપાસ હયાત ગણાતા જૂનાગઢના આ કવિએ ‘રાવણ મંદોદરી સંવાદ'માં ગુજરાતની ઘણી બધી કહેવતોને એક જગ્યાએ સંઘરી લીધી છે એ માટે તેમજ રાવણ મંદોદરી સંવાદ’ ઉપરાંત ‘ગૌરી ચરિત્ર' નામની રચનામાં શિવ-ભીલડી સંવાદ રચીને નરસિંહ મહેતાના ‘રાધાકૃષ્ણ સંવાદ’ની જાણે કે બરોબરી કરવાનો પ્રયાસ કર્યો છે એ માટે ખાસ સંભારવા જેવો છે. એણે પોતાની ઓળખ મોઢ અડાલજા વણિક તરીકે અને સહમા મંત્રીના પુત્ર તરીકે આપી છે. જૂનાગઢના નિવાસ અંગે એણે ‘જીરણદુર્ગ નિવાસ’ એવો ઉલ્લેખ કર્યો છે. | ||
શ્રીધરની ‘ગૌરી ચરિત્ર’ રચના એક રીતે જોઈએ તો આખ્યાન પદ્ધતિમાં રચાયેલી છે પણ એમાં એણે પદ જેવાં નાનાં નાનાં કડવાઓનો ઉપયોગ કર્યો છે. વળી દરેક કડવાને મુખડાથી બાંધ્યું છે. કડવાના મુખડાને કડવામાં આવતા ઢાળથી સાંકળી રચીને સાંકળ્યો છે એ એની વિશેષતા છે. આનો અર્થ એ થયો કે દરેક કડવામાં કવિ શ્રીધર મુખડો બાંધે છે, મુખડો બાંધ્યા પછી હરિગીતની ચાલ જેવા છંદમાં ઢાળ રચે છે અને ઢાળ રચતી વખતે મુખડાની છેલ્લી પંક્તિને ઢાળની પહેલી પંક્તિ બનાવી એને સાંકળવાનો પ્રયત્ન કરે છે. | શ્રીધરની ‘ગૌરી ચરિત્ર’ રચના એક રીતે જોઈએ તો આખ્યાન પદ્ધતિમાં રચાયેલી છે પણ એમાં એણે પદ જેવાં નાનાં નાનાં કડવાઓનો ઉપયોગ કર્યો છે. વળી દરેક કડવાને મુખડાથી બાંધ્યું છે. કડવાના મુખડાને કડવામાં આવતા ઢાળથી સાંકળી રચીને સાંકળ્યો છે એ એની વિશેષતા છે. આનો અર્થ એ થયો કે દરેક કડવામાં કવિ શ્રીધર મુખડો બાંધે છે, મુખડો બાંધ્યા પછી હરિગીતની ચાલ જેવા છંદમાં ઢાળ રચે છે અને ઢાળ રચતી વખતે મુખડાની છેલ્લી પંક્તિને ઢાળની પહેલી પંક્તિ બનાવી એને સાંકળવાનો પ્રયત્ન કરે છે. | ||
આવાં સોળ કડવાં ગૂંથીને શ્રીધરે શિવ અને ભીલડી વેશે પાર્વતીનો પ્રેમ ગાયો છે. ગૌરી ચરિત્ર | આવાં સોળ કડવાં ગૂંથીને શ્રીધરે શિવ અને ભીલડી વેશે પાર્વતીનો પ્રેમ ગાયો છે. 'ગૌરી ચરિત્ર'ના છેલ્લા કડવામાં જણાવ્યું છે તે પ્રમાણે એવું બને કે શ્રીધરે સાગરમાં સરસ્વતી જ્યાં પડે છે અને જ્યાં સોમશિર- સોમનાથ મહાદેવ-પર જલધારા વહે છે તેવા સ્થળમાં એટલે કે પ્રભાસ પાટણમાં આ કાવ્યની રચના કરી હોય. નરસિંહ મહેતાની ચાતુરીઓની જેમ ટૂંકા કડવાંઓમાં રચાયેલી આ કૃતિ મધ્યકાલીન આખ્યાન સાહિત્યમાં અભિવ્યક્તિનો સહેજ જુદો સૂર પ્રગટાવે છે, અને તેથી નજીકથી જોવા જેવી છે. | ||
શિવને મોહિત કરવા ભીલડીનું રૂપ લઈ આવેલી પાર્વતી કઈ રીતે શિવને તપમાંથી ચલિત કરી ફરી ઘેર પાછા લાવે છે એની પ્રેમકથાને બહાને શ્રીધરે અહીં ભીલડીના મોહકરૂપની સાથે શંકરનું કરકરું અને મોહક એમ બંને રૂપો વર્ણવ્યાં છે. ઉપરાંત સહાયક તરીકે આવેલા કામદેવના પ્રભાવને પણ સરસ રીતે રજૂ કર્યો છે અને શિવ તેમજ ભીલડી વચ્ચેનો સંવાદ સારી રીતે ગૂંથાયેલો છે. અલબત્ત મધ્યકાલીન રચનાઓમાં ઘણીવાર ઘૂસી જતો લાગણી કે પ્રાકૃત ભાષાનો બળછટ ભાગ થોડોક અહીં આપણે વેઠવો પડે પણ એકંદરે રચના ચુસ્ત બની છે. | શિવને મોહિત કરવા ભીલડીનું રૂપ લઈ આવેલી પાર્વતી કઈ રીતે શિવને તપમાંથી ચલિત કરી ફરી ઘેર પાછા લાવે છે એની પ્રેમકથાને બહાને શ્રીધરે અહીં ભીલડીના મોહકરૂપની સાથે શંકરનું કરકરું અને મોહક એમ બંને રૂપો વર્ણવ્યાં છે. ઉપરાંત સહાયક તરીકે આવેલા કામદેવના પ્રભાવને પણ સરસ રીતે રજૂ કર્યો છે અને શિવ તેમજ ભીલડી વચ્ચેનો સંવાદ સારી રીતે ગૂંથાયેલો છે. અલબત્ત મધ્યકાલીન રચનાઓમાં ઘણીવાર ઘૂસી જતો લાગણી કે પ્રાકૃત ભાષાનો બળછટ ભાગ થોડોક અહીં આપણે વેઠવો પડે પણ એકંદરે રચના ચુસ્ત બની છે. | ||
પાર્વતીને ત્યજીને શંકરે યતિ થઈ તપ કરવા માંડ્યું અને એમનો ‘કુંભ સભર ભરિયો' તેમજ એમને ‘મનસા’માં મુક્તિ પણ લાધી, એની વિગતથી પહેલું કડવું આરંભાય છે. બીજા કડવામાં શંકરનાં પગલાં જોતી જોતી અંબા એકલી નીકળી પડી છે અને ઉમા માવડીને નૃત્ય કરવાનું મન થાય છે. કહે છે : ‘આવડ્યું અવસર કાજ નાવે’ આવડેલું જો અવસર પર કામમાં ન આવે તો શીખેલું શા કામનું? પાર્વતી શું કરે છે? માયા ધરીને ધ્યાન ચૂકવું કહે ભવાની હરતણું.’ | પાર્વતીને ત્યજીને શંકરે યતિ થઈ તપ કરવા માંડ્યું અને એમનો ‘કુંભ સભર ભરિયો' તેમજ એમને ‘મનસા’માં મુક્તિ પણ લાધી, એની વિગતથી પહેલું કડવું આરંભાય છે. બીજા કડવામાં શંકરનાં પગલાં જોતી જોતી અંબા એકલી નીકળી પડી છે અને ઉમા માવડીને નૃત્ય કરવાનું મન થાય છે. કહે છે : ‘આવડ્યું અવસર કાજ નાવે’ આવડેલું જો અવસર પર કામમાં ન આવે તો શીખેલું શા કામનું? પાર્વતી શું કરે છે? માયા ધરીને ધ્યાન ચૂકવું કહે ભવાની હરતણું.’ | ||
ત્રીજા કડવામાં પાર્વતીએ સોળ વર્ષની નારીનું રૂપ લીધું અને શિવ સમાધિ લગાવી બેઠા છે, ત્યાં ભીલડી થઈ રાગ ચલાવ્યો. શ્રીધર કવિએ સંગીતની જાણકારી પણ વ્યક્ત કરી છે : ‘રાગ આલાપીઓ ટોડી ગતનો મલ્હાર ગાયો મન ભરી / સાતમી શરતે નૃત્ય માંડયું ભાવ ભૈરવનો ધરી' સાતમી શરત એ અહીં સાતમો સૂર છે. આ પછી પાર્વતીનું ભીલડી રૂપ કવિએ વર્ણવ્યું છે : ‘મન ધરી મેરુ સમા માયા પાન પહેર્યા વન તણાં, મોરંગ મસ્તકે નેણ વાંકી, શ્રવણ ટોડર સાહામણાં, સોહામણી દિલ તણી ચોળી, ગળે ગુંજ હાર રે / ચુનડી ચરણા કુસુમ કેરા, ભીલડી ઓપે અપાર રે’ કીરાત જાતિની નારીનું ચિત્ર સુરેખ ઊઠવા પામ્યું છે. આ ચિત્ર સાથે સહાયક થઈને આવેલા કામદેવે ચોથા કડવામાં પ્રભાવ પાથર્યો છે : હંસ સૂડા રૂપે રૂડા કોકીલા કલ૨વ કરે. મોર મેના મયુર બોલે, કામીજનોના મન હરે, / મુચકુંદ ચંદન બાવના મંદાર માલતી કેતકી, નાના ભાત સુગંધ સાથે ભીલી ગાવે હેતથી’ | ત્રીજા કડવામાં પાર્વતીએ સોળ વર્ષની નારીનું રૂપ લીધું અને શિવ સમાધિ લગાવી બેઠા છે, ત્યાં ભીલડી થઈ રાગ ચલાવ્યો. શ્રીધર કવિએ સંગીતની જાણકારી પણ વ્યક્ત કરી છે : ‘રાગ આલાપીઓ ટોડી ગતનો મલ્હાર ગાયો મન ભરી / સાતમી શરતે નૃત્ય માંડયું ભાવ ભૈરવનો ધરી' સાતમી શરત એ અહીં સાતમો સૂર છે. આ પછી પાર્વતીનું ભીલડી રૂપ કવિએ વર્ણવ્યું છે : ‘મન ધરી મેરુ સમા માયા પાન પહેર્યા વન તણાં, મોરંગ મસ્તકે નેણ વાંકી, શ્રવણ ટોડર સાહામણાં, સોહામણી દિલ તણી ચોળી, ગળે ગુંજ હાર રે / ચુનડી ચરણા કુસુમ કેરા, ભીલડી ઓપે અપાર રે’ કીરાત જાતિની નારીનું ચિત્ર સુરેખ ઊઠવા પામ્યું છે. આ ચિત્ર સાથે સહાયક થઈને આવેલા કામદેવે ચોથા કડવામાં પ્રભાવ પાથર્યો છે : હંસ સૂડા રૂપે રૂડા કોકીલા કલ૨વ કરે. મોર મેના મયુર બોલે, કામીજનોના મન હરે, / મુચકુંદ ચંદન બાવના મંદાર માલતી કેતકી, નાના ભાત સુગંધ સાથે ભીલી ગાવે હેતથી’ | ||
આમ ભીલડીનું રૂપ લઈ પાર્વતીએ જ્યાં જગપતિ શંકરને જગવ્યા ત્યાં પાંચમા કડવામાં મહાદેવને મોહ લાગ્યો ‘રૂપ દીઠી ભીલડી' ભીલડી પરિણીત છે. શંકર એની પૂછપરછ કરે છે. છઠ્ઠા કડવામાં ભીલડી પોતાની કથા માંડે છે. છ માસથી પતિ છાંડી ગયો છે ને એ નાથ જોવાને નિસરી છે. શંકર કહે છે : છ | આમ ભીલડીનું રૂપ લઈ પાર્વતીએ જ્યાં જગપતિ શંકરને જગવ્યા ત્યાં પાંચમા કડવામાં મહાદેવને મોહ લાગ્યો ‘રૂપ દીઠી ભીલડી' ભીલડી પરિણીત છે. શંકર એની પૂછપરછ કરે છે. છઠ્ઠા કડવામાં ભીલડી પોતાની કથા માંડે છે. છ માસથી પતિ છાંડી ગયો છે ને એ નાથ જોવાને નિસરી છે. શંકર કહે છે : છ માસથી છોડી ગયો છે તો પછી એની આશા છોડીને ‘તું આવતી રહે અમ ઘરી’ સાતમા અને આઠમા કડવામાં ભીલડી શંકાઓ કરે છે શંકર એનાં સમાધાનો આપે છે. છેવટે ભીલડી કહે છે તમારી સાથે આવીને ભસ્મ ચોળું તો સખીઓમાં હાસ્યાસ્પદ બનું. નવમા કડવામાં શંકર ચતુરાના ચિત્તમાં વસવા માટે મોહક રૂપ લેવાનો નિર્ધાર કરે છે. | ||
દશમા કડવામાં શંકરનું મોહક રૂપ દર્શાવ્યું છે : ‘તેજપુંજ ને કાંતિ નિર્મળ તાપસરુપ તે સંવર્યું / ભુવન શોભા અંગે આણી વર વરવા લઘુવય ધર્યું’ શંકરે અઢાર વર્ષના યુવાનનું રૂપ લીધું. આની સામે પહેલા કડવામાં ‘કરકરી મુદ્રા અચળ આસન, ધીર ધ્યાન ધરી રહ્યા’માં શંકરનું તાપસ રૂપ પ્રગટ થયું છે તે સરખાવી જોવા જેવું છે. કરકરી મુદ્રામાં કવિએ ઘણું બધું વ્યંજિત કર્યું છે. અગિયારમા કડવામાં ભીલડી શંકરનો પરિચય માગે છે. બારમા કડવામાં શંકર ‘ગામ કૈલાસ કેરો ધણી' એવો પોતાનો પરિચય આપે છે. કહે છે કે ‘ઘરુણી થા તું શંકર તણી’ શંકરની ગૃહિણી થવાનું કહેતા ભીલડી કહે છે : તમારે બે બે પત્નીઓ છે ગંગા અને પાર્વતી ‘કલત્ર છ બે કર્મશા’ જો ‘કર્કશા કોપે લાજ લોપે, તવ ન માને તુજને / અડવડી આવે શોક્ય બે તવ મળી મારે મુજને’ બે નારી હેઠળ દાસ થવા ‘ભવાની ભીલડી’ તૈયાર નથી. ૧૩મા કડવામાં શંકર કહે છે કે ગંગા સામે ન જોઉં અને પાર્વતીને ત્યજી દઈશ, પછી શું છે? ચૌદમા કડવામાં ભીલડી કહે છે : ‘સાક્ષીઓ આપો’ શંકર પાર્વતીને ઓળખી જાય છે શ્રીધર કહે છે ‘જો ચુકવ્યો કૈલાસવાસી તો અવર પુરુષ કહીએ કશું’ જો કૈલાસપતિ જેવો કૈલાસપતિ ચળી ગયો તો સાધારણ પુરુષોનું તો ગજું જ શું? આવા સૂત્ર સાથે કવિ શ્રીધર સોળમા કડવા પર હટે છે અને ત્યાં ‘ગૌરી ચરિત્ર સાંભળવા અંગેની ફલશ્રુતિ આપે છે. | દશમા કડવામાં શંકરનું મોહક રૂપ દર્શાવ્યું છે : ‘તેજપુંજ ને કાંતિ નિર્મળ તાપસરુપ તે સંવર્યું / ભુવન શોભા અંગે આણી વર વરવા લઘુવય ધર્યું’ શંકરે અઢાર વર્ષના યુવાનનું રૂપ લીધું. આની સામે પહેલા કડવામાં ‘કરકરી મુદ્રા અચળ આસન, ધીર ધ્યાન ધરી રહ્યા’માં શંકરનું તાપસ રૂપ પ્રગટ થયું છે તે સરખાવી જોવા જેવું છે. કરકરી મુદ્રામાં કવિએ ઘણું બધું વ્યંજિત કર્યું છે. અગિયારમા કડવામાં ભીલડી શંકરનો પરિચય માગે છે. બારમા કડવામાં શંકર ‘ગામ કૈલાસ કેરો ધણી' એવો પોતાનો પરિચય આપે છે. કહે છે કે ‘ઘરુણી થા તું શંકર તણી’ શંકરની ગૃહિણી થવાનું કહેતા ભીલડી કહે છે : તમારે બે બે પત્નીઓ છે ગંગા અને પાર્વતી ‘કલત્ર છ બે કર્મશા’ જો ‘કર્કશા કોપે લાજ લોપે, તવ ન માને તુજને / અડવડી આવે શોક્ય બે તવ મળી મારે મુજને’ બે નારી હેઠળ દાસ થવા ‘ભવાની ભીલડી’ તૈયાર નથી. ૧૩મા કડવામાં શંકર કહે છે કે ગંગા સામે ન જોઉં અને પાર્વતીને ત્યજી દઈશ, પછી શું છે? ચૌદમા કડવામાં ભીલડી કહે છે : ‘સાક્ષીઓ આપો’ શંકર પાર્વતીને ઓળખી જાય છે શ્રીધર કહે છે ‘જો ચુકવ્યો કૈલાસવાસી તો અવર પુરુષ કહીએ કશું’ જો કૈલાસપતિ જેવો કૈલાસપતિ ચળી ગયો તો સાધારણ પુરુષોનું તો ગજું જ શું? આવા સૂત્ર સાથે કવિ શ્રીધર સોળમા કડવા પર હટે છે અને ત્યાં ‘ગૌરી ચરિત્ર' સાંભળવા અંગેની ફલશ્રુતિ આપે છે. | ||
જાણીતા પ્રસંગને એની ઝીણવટ સાથે મૂર્ત કરવામાં કવિ શ્રીધરને ઠીક ઠીક સફળતા મળી છે, એમ જરૂર કહી શકાય. | જાણીતા પ્રસંગને એની ઝીણવટ સાથે મૂર્ત કરવામાં કવિ શ્રીધરને ઠીક ઠીક સફળતા મળી છે, એમ જરૂર કહી શકાય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Revision as of 08:32, 10 June 2023
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘રણમલ્લ છંદ' જેવી જાણીતી રચનાના કવિ શ્રીધર વ્યાસથી જુદા એક બીજા શ્રીધર કવિ નોંધાયા છે. આ બે કવિ વચ્ચે સોએક વર્ષનો ગાળો છે, પણ સોળમી સદીની આસપાસ હયાત ગણાતા જૂનાગઢના આ કવિએ ‘રાવણ મંદોદરી સંવાદ'માં ગુજરાતની ઘણી બધી કહેવતોને એક જગ્યાએ સંઘરી લીધી છે એ માટે તેમજ રાવણ મંદોદરી સંવાદ’ ઉપરાંત ‘ગૌરી ચરિત્ર' નામની રચનામાં શિવ-ભીલડી સંવાદ રચીને નરસિંહ મહેતાના ‘રાધાકૃષ્ણ સંવાદ’ની જાણે કે બરોબરી કરવાનો પ્રયાસ કર્યો છે એ માટે ખાસ સંભારવા જેવો છે. એણે પોતાની ઓળખ મોઢ અડાલજા વણિક તરીકે અને સહમા મંત્રીના પુત્ર તરીકે આપી છે. જૂનાગઢના નિવાસ અંગે એણે ‘જીરણદુર્ગ નિવાસ’ એવો ઉલ્લેખ કર્યો છે. શ્રીધરની ‘ગૌરી ચરિત્ર’ રચના એક રીતે જોઈએ તો આખ્યાન પદ્ધતિમાં રચાયેલી છે પણ એમાં એણે પદ જેવાં નાનાં નાનાં કડવાઓનો ઉપયોગ કર્યો છે. વળી દરેક કડવાને મુખડાથી બાંધ્યું છે. કડવાના મુખડાને કડવામાં આવતા ઢાળથી સાંકળી રચીને સાંકળ્યો છે એ એની વિશેષતા છે. આનો અર્થ એ થયો કે દરેક કડવામાં કવિ શ્રીધર મુખડો બાંધે છે, મુખડો બાંધ્યા પછી હરિગીતની ચાલ જેવા છંદમાં ઢાળ રચે છે અને ઢાળ રચતી વખતે મુખડાની છેલ્લી પંક્તિને ઢાળની પહેલી પંક્તિ બનાવી એને સાંકળવાનો પ્રયત્ન કરે છે. આવાં સોળ કડવાં ગૂંથીને શ્રીધરે શિવ અને ભીલડી વેશે પાર્વતીનો પ્રેમ ગાયો છે. 'ગૌરી ચરિત્ર'ના છેલ્લા કડવામાં જણાવ્યું છે તે પ્રમાણે એવું બને કે શ્રીધરે સાગરમાં સરસ્વતી જ્યાં પડે છે અને જ્યાં સોમશિર- સોમનાથ મહાદેવ-પર જલધારા વહે છે તેવા સ્થળમાં એટલે કે પ્રભાસ પાટણમાં આ કાવ્યની રચના કરી હોય. નરસિંહ મહેતાની ચાતુરીઓની જેમ ટૂંકા કડવાંઓમાં રચાયેલી આ કૃતિ મધ્યકાલીન આખ્યાન સાહિત્યમાં અભિવ્યક્તિનો સહેજ જુદો સૂર પ્રગટાવે છે, અને તેથી નજીકથી જોવા જેવી છે. શિવને મોહિત કરવા ભીલડીનું રૂપ લઈ આવેલી પાર્વતી કઈ રીતે શિવને તપમાંથી ચલિત કરી ફરી ઘેર પાછા લાવે છે એની પ્રેમકથાને બહાને શ્રીધરે અહીં ભીલડીના મોહકરૂપની સાથે શંકરનું કરકરું અને મોહક એમ બંને રૂપો વર્ણવ્યાં છે. ઉપરાંત સહાયક તરીકે આવેલા કામદેવના પ્રભાવને પણ સરસ રીતે રજૂ કર્યો છે અને શિવ તેમજ ભીલડી વચ્ચેનો સંવાદ સારી રીતે ગૂંથાયેલો છે. અલબત્ત મધ્યકાલીન રચનાઓમાં ઘણીવાર ઘૂસી જતો લાગણી કે પ્રાકૃત ભાષાનો બળછટ ભાગ થોડોક અહીં આપણે વેઠવો પડે પણ એકંદરે રચના ચુસ્ત બની છે. પાર્વતીને ત્યજીને શંકરે યતિ થઈ તપ કરવા માંડ્યું અને એમનો ‘કુંભ સભર ભરિયો' તેમજ એમને ‘મનસા’માં મુક્તિ પણ લાધી, એની વિગતથી પહેલું કડવું આરંભાય છે. બીજા કડવામાં શંકરનાં પગલાં જોતી જોતી અંબા એકલી નીકળી પડી છે અને ઉમા માવડીને નૃત્ય કરવાનું મન થાય છે. કહે છે : ‘આવડ્યું અવસર કાજ નાવે’ આવડેલું જો અવસર પર કામમાં ન આવે તો શીખેલું શા કામનું? પાર્વતી શું કરે છે? માયા ધરીને ધ્યાન ચૂકવું કહે ભવાની હરતણું.’ ત્રીજા કડવામાં પાર્વતીએ સોળ વર્ષની નારીનું રૂપ લીધું અને શિવ સમાધિ લગાવી બેઠા છે, ત્યાં ભીલડી થઈ રાગ ચલાવ્યો. શ્રીધર કવિએ સંગીતની જાણકારી પણ વ્યક્ત કરી છે : ‘રાગ આલાપીઓ ટોડી ગતનો મલ્હાર ગાયો મન ભરી / સાતમી શરતે નૃત્ય માંડયું ભાવ ભૈરવનો ધરી' સાતમી શરત એ અહીં સાતમો સૂર છે. આ પછી પાર્વતીનું ભીલડી રૂપ કવિએ વર્ણવ્યું છે : ‘મન ધરી મેરુ સમા માયા પાન પહેર્યા વન તણાં, મોરંગ મસ્તકે નેણ વાંકી, શ્રવણ ટોડર સાહામણાં, સોહામણી દિલ તણી ચોળી, ગળે ગુંજ હાર રે / ચુનડી ચરણા કુસુમ કેરા, ભીલડી ઓપે અપાર રે’ કીરાત જાતિની નારીનું ચિત્ર સુરેખ ઊઠવા પામ્યું છે. આ ચિત્ર સાથે સહાયક થઈને આવેલા કામદેવે ચોથા કડવામાં પ્રભાવ પાથર્યો છે : હંસ સૂડા રૂપે રૂડા કોકીલા કલ૨વ કરે. મોર મેના મયુર બોલે, કામીજનોના મન હરે, / મુચકુંદ ચંદન બાવના મંદાર માલતી કેતકી, નાના ભાત સુગંધ સાથે ભીલી ગાવે હેતથી’ આમ ભીલડીનું રૂપ લઈ પાર્વતીએ જ્યાં જગપતિ શંકરને જગવ્યા ત્યાં પાંચમા કડવામાં મહાદેવને મોહ લાગ્યો ‘રૂપ દીઠી ભીલડી' ભીલડી પરિણીત છે. શંકર એની પૂછપરછ કરે છે. છઠ્ઠા કડવામાં ભીલડી પોતાની કથા માંડે છે. છ માસથી પતિ છાંડી ગયો છે ને એ નાથ જોવાને નિસરી છે. શંકર કહે છે : છ માસથી છોડી ગયો છે તો પછી એની આશા છોડીને ‘તું આવતી રહે અમ ઘરી’ સાતમા અને આઠમા કડવામાં ભીલડી શંકાઓ કરે છે શંકર એનાં સમાધાનો આપે છે. છેવટે ભીલડી કહે છે તમારી સાથે આવીને ભસ્મ ચોળું તો સખીઓમાં હાસ્યાસ્પદ બનું. નવમા કડવામાં શંકર ચતુરાના ચિત્તમાં વસવા માટે મોહક રૂપ લેવાનો નિર્ધાર કરે છે. દશમા કડવામાં શંકરનું મોહક રૂપ દર્શાવ્યું છે : ‘તેજપુંજ ને કાંતિ નિર્મળ તાપસરુપ તે સંવર્યું / ભુવન શોભા અંગે આણી વર વરવા લઘુવય ધર્યું’ શંકરે અઢાર વર્ષના યુવાનનું રૂપ લીધું. આની સામે પહેલા કડવામાં ‘કરકરી મુદ્રા અચળ આસન, ધીર ધ્યાન ધરી રહ્યા’માં શંકરનું તાપસ રૂપ પ્રગટ થયું છે તે સરખાવી જોવા જેવું છે. કરકરી મુદ્રામાં કવિએ ઘણું બધું વ્યંજિત કર્યું છે. અગિયારમા કડવામાં ભીલડી શંકરનો પરિચય માગે છે. બારમા કડવામાં શંકર ‘ગામ કૈલાસ કેરો ધણી' એવો પોતાનો પરિચય આપે છે. કહે છે કે ‘ઘરુણી થા તું શંકર તણી’ શંકરની ગૃહિણી થવાનું કહેતા ભીલડી કહે છે : તમારે બે બે પત્નીઓ છે ગંગા અને પાર્વતી ‘કલત્ર છ બે કર્મશા’ જો ‘કર્કશા કોપે લાજ લોપે, તવ ન માને તુજને / અડવડી આવે શોક્ય બે તવ મળી મારે મુજને’ બે નારી હેઠળ દાસ થવા ‘ભવાની ભીલડી’ તૈયાર નથી. ૧૩મા કડવામાં શંકર કહે છે કે ગંગા સામે ન જોઉં અને પાર્વતીને ત્યજી દઈશ, પછી શું છે? ચૌદમા કડવામાં ભીલડી કહે છે : ‘સાક્ષીઓ આપો’ શંકર પાર્વતીને ઓળખી જાય છે શ્રીધર કહે છે ‘જો ચુકવ્યો કૈલાસવાસી તો અવર પુરુષ કહીએ કશું’ જો કૈલાસપતિ જેવો કૈલાસપતિ ચળી ગયો તો સાધારણ પુરુષોનું તો ગજું જ શું? આવા સૂત્ર સાથે કવિ શ્રીધર સોળમા કડવા પર હટે છે અને ત્યાં ‘ગૌરી ચરિત્ર' સાંભળવા અંગેની ફલશ્રુતિ આપે છે. જાણીતા પ્રસંગને એની ઝીણવટ સાથે મૂર્ત કરવામાં કવિ શ્રીધરને ઠીક ઠીક સફળતા મળી છે, એમ જરૂર કહી શકાય.