યાત્રા/આ ધ્રુવપદ: Difference between revisions

no edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|આ ધ્રુવપદ|}}
{{Heading|આ ધ્રુવપદ|}}


<poem>
{{block center|<poem>
ગયો થંભી ત્યારે પિક ટહુકતો, ગાન સ્ફુરતાં
ગયો થંભી ત્યારે પિક ટહુકતો, ગાન સ્ફુરતાં
કવિની વીણાનું, વન વન શું રોમાંચ પ્રગટ્યો,
કવિની વીણાનું, વન વન શું રોમાંચ પ્રગટ્યો,
Line 14: Line 14:


અહો, પંખી મારાં, ગગન નિરખો બિંબ રવિનું
અહો, પંખી મારાં, ગગન નિરખો બિંબ રવિનું
મહા આ મધ્યાહ્ને પ્રખર લસતું પૂર્ણ કિરણે, ૧૦
મહા આ મધ્યાહ્ને પ્રખર લસતું પૂર્ણ કિરણે, {{gap|2em}}૧૦
ધરાને તેજસ્વી મુકુટ મઢતું; ભવ્ય સ્ફુરણે
ધરાને તેજસ્વી મુકુટ મઢતું; ભવ્ય સ્ફુરણે
દિશાઓ આંજંતું બૃહદ ઋત લૈ દિવ્ય કવિનું.
દિશાઓ આંજંતું બૃહદ ઋત લૈ દિવ્ય કવિનું.
Line 26: Line 26:
વિરામો વિશ્રમ્ભે, શિથિલ તનને શાંતિ અરપો,
વિરામો વિશ્રમ્ભે, શિથિલ તનને શાંતિ અરપો,
ચુગો તાજાં કૂણાં તરુફલ અને આત્મ તરપો,
ચુગો તાજાં કૂણાં તરુફલ અને આત્મ તરપો,
ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી. ૨૦
ઝમંતાં આછેરાં કિરણ તણી પીતાં દ્યુતિકણી. {{gap|2em}}૨૦


અને પંખી! કૂજો મધુર મધુરું નિત્ય નરવું,
અને પંખી! કૂજો મધુર મધુરું નિત્ય નરવું,
Line 39: Line 39:


અને પેલો પેલો સતત છલતો અબ્ધિ અમિત!
અને પેલો પેલો સતત છલતો અબ્ધિ અમિત!
ધરાનો રત્નોને નિકર, રસનો રાશિ અખુટ, ૩૦
ધરાનો રત્નોને નિકર, રસનો રાશિ અખુટ,{{gap|2em}} ૩૦
મહા ઊર્મિશૃંગે રવિકિરણના ધારી મુકુટ,
મહા ઊર્મિશૃંગે રવિકિરણના ધારી મુકુટ,
હજારો શીર્ષાળો હરિશયન નારા-કુલપિતા.
હજારો શીર્ષાળો હરિશયન નારા-કુલપિતા.
Line 51: Line 51:
કુલે કાન્તારોનાં, જલ જલધિનાં સ્પર્શી, જગવે
કુલે કાન્તારોનાં, જલ જલધિનાં સ્પર્શી, જગવે
હિલોળા ઝંઝાના, તૃણ મૃદુલ ફૂંકે ય નચવે,
હિલોળા ઝંઝાના, તૃણ મૃદુલ ફૂંકે ય નચવે,
સુગંધોનો વાહી ગિરિગુહ સુવે સ્વર્ણ સુપને; ૪૦
સુગંધોનો વાહી ગિરિગુહ સુવે સ્વર્ણ સુપને;{{gap|2em}} ૪૦


અને જાગે તાજા શિશુને ઉર વિષે ક્રન્દન બની,
અને જાગે તાજા શિશુને ઉર વિષે ક્રન્દન બની,
Line 64: Line 64:


પ્રતાપી પૂષાના પ્રખર કર પૃથ્વીશિશુમુખે
પ્રતાપી પૂષાના પ્રખર કર પૃથ્વીશિશુમુખે
જુઓ કેવી સીંચે પયધર થકી મોખ પયની, પ૦
જુઓ કેવી સીંચે પયધર થકી મોખ પયની, {{gap|2em}}પ૦
અને વર્ધે પૃથ્વી શત શત કલામાં ઉદયની,
અને વર્ધે પૃથ્વી શત શત કલામાં ઉદયની,
કરોડો કોશોમાં વિકસી વિલસે પ્રાણુઝરુખે.
કરોડો કોશોમાં વિકસી વિલસે પ્રાણુઝરુખે.
Line 76: Line 76:
સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખરપટે
સુગોપે કાંટાથી મૃદુ કુસુમને, ઝાંખરપટે
કુંળાં પ્રાણી રક્ષે, વિષ મુખ વિષે દેઈ પ્રકટે
કુંળાં પ્રાણી રક્ષે, વિષ મુખ વિષે દેઈ પ્રકટે
અમી દૃષ્ટિ એની, ક્યહીં ય અણુ ના ઊણી ઉતરે. ૬૦
અમી દૃષ્ટિ એની, ક્યહીં ય અણુ ના ઊણી ઉતરે.{{gap|2em}} ૬૦


અને હૈયે ભાર્યાં રતન મણિ સૌવર્ણ ખનિજો -
અને હૈયે ભાર્યાં રતન મણિ સૌવર્ણ ખનિજો -
Line 89: Line 89:


પુછો એણે સાધ્યું કયું ઋત? શિકારો બહુ કર્યા
પુછો એણે સાધ્યું કયું ઋત? શિકારો બહુ કર્યા
તમારા એણે તો, વિહગ શકતાં જે ય ન કરી; ૭૦
તમારા એણે તો, વિહગ શકતાં જે ય ન કરી;{{gap|2em}} ૭૦
ખરું, કિંતુ એણે મનુજ પણ માર્યાં મન ભરી,
ખરું, કિંતુ એણે મનુજ પણ માર્યાં મન ભરી,
ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ ખડક્યા.
ધરા રક્તે રંગી, શિર હણી હણી ગંજ ખડક્યા.
Line 101: Line 101:
પ્રભુત્વ સ્થાપ્યું નિર્દય થઈ, થયો એ જ સદય,
પ્રભુત્વ સ્થાપ્યું નિર્દય થઈ, થયો એ જ સદય,
દ્રવ્યો શાં કારુણ્યે, સચર સઘળાં પ્રાણી હૃદય
દ્રવ્યો શાં કારુણ્યે, સચર સઘળાં પ્રાણી હૃદય
ધરી, એણે પૃથ્વી પર પ્રણયનાં તીર્થ પ્રગટ્યાં. ૮૦
ધરી, એણે પૃથ્વી પર પ્રણયનાં તીર્થ પ્રગટ્યાં.{{gap|2em}} ૮૦


અહો, પંખી! ઝંખી પ્રથમ મનુજે ભૂતલ પરે
અહો, પંખી! ઝંખી પ્રથમ મનુજે ભૂતલ પરે
Line 114: Line 114:


ખરે, પંખી! થંભી મનુજમતિ, આ સૌ ‘જડ’ તણી
ખરે, પંખી! થંભી મનુજમતિ, આ સૌ ‘જડ’ તણી
અચૈત્યાં યંત્રો શી અબુઝ ગતિ ના, ગૂઢ ચિતિ કો ૯૦
અચૈત્યાં યંત્રો શી અબુઝ ગતિ ના, ગૂઢ ચિતિ કો {{gap|2em}}૯૦
ત્યહીં ભાસી, કોઈ વિબુધ રચનાવંત સ્થિતિ કો
ત્યહીં ભાસી, કોઈ વિબુધ રચનાવંત સ્થિતિ કો
લહી આશ્ચર્યે ને વળ્યું મનુજહૈયું નિજ ભણી.
લહી આશ્ચર્યે ને વળ્યું મનુજહૈયું નિજ ભણી.
Line 126: Line 126:
સુગૂઢા રાશિ તેં નિજ ઉર તણા આવૃત કર્યા,
સુગૂઢા રાશિ તેં નિજ ઉર તણા આવૃત કર્યા,
દિધાં ખોલી તત્ત્વો, બલ અમિતનાં સ્રોવર ભર્યાં,
દિધાં ખોલી તત્ત્વો, બલ અમિતનાં સ્રોવર ભર્યાં,
સજ્યો કૈં સામર્થ્યે મનુજરસ - રાગે વિગલિત. ૧૦૦
સજ્યો કૈં સામર્થ્યે મનુજરસ - રાગે વિગલિત. {{gap|2em}}૧૦૦


હવે આજે એવો મનુજ ધરતીને પટ ખડો
હવે આજે એવો મનુજ ધરતીને પટ ખડો
Line 139: Line 139:


ઢળી જાશે ભોમે શત શત થઈ છિન્ન ટુકડે,
ઢળી જાશે ભોમે શત શત થઈ છિન્ન ટુકડે,
ધરાની આ ઊર્ધ્વાભિમુખ રસને જે ન ગ્રહશે, ૧૧૦
ધરાની આ ઊર્ધ્વાભિમુખ રસને જે ન ગ્રહશે, {{gap|2em}}૧૧૦
અને તેનાં અસ્થિ ઉપર રથ તે ભવ્ય વહશે
અને તેનાં અસ્થિ ઉપર રથ તે ભવ્ય વહશે
મહા મૈયા કેરો રચત પથ વજ્રી હળ વડે.
મહા મૈયા કેરો રચત પથ વજ્રી હળ વડે.
Line 151: Line 151:
નહીં નાને નાને લઘુ કરમ સાર્થક્ય ગણવું,
નહીં નાને નાને લઘુ કરમ સાર્થક્ય ગણવું,
લઘુત્વે પંગુત્વે ન નિજ અધુરું સ્તોત્ર ભણવું,
લઘુત્વે પંગુત્વે ન નિજ અધુરું સ્તોત્ર ભણવું,
નસીબે એને ના મનુજ રહી નિત્યે ટટળવું. ૧૨૦
નસીબે એને ના મનુજ રહી નિત્યે ટટળવું. {{gap|2em}}૧૨૦


જુઓ પંખી, આજે મનુજ લઘુતાને પરહરી
જુઓ પંખી, આજે મનુજ લઘુતાને પરહરી
Line 164: Line 164:


ધરા લેશે ત્યારે નિજ વિકસને નવ્ય પગલું,
ધરા લેશે ત્યારે નિજ વિકસને નવ્ય પગલું,
લિધેલાં વિષ્ણુએ ત્રય ક્રમણમાં ચેાથું ક્રમણ ૧૩૦
લિધેલાં વિષ્ણુએ ત્રય ક્રમણમાં ચેાથું ક્રમણ {{gap|2em}}૧૩૦
થશે, એ છે આશા ધરતી ઉરની, ઊર્ધ્વ ગમન
થશે, એ છે આશા ધરતી ઉરની, ઊર્ધ્વ ગમન
ચહંતું પૃથ્વીનું હૃદય ધબકે આર્તિ-પિગળ્યું.
ચહંતું પૃથ્વીનું હૃદય ધબકે આર્તિ-પિગળ્યું.
Line 176: Line 176:
ધરાહૈયે પાછું અવતરિત થાવું, પ્રભુ તણી
ધરાહૈયે પાછું અવતરિત થાવું, પ્રભુ તણી
અહીં આંકી દેવી બૃહત ઋતમુદ્રાઃ રણઝણી
અહીં આંકી દેવી બૃહત ઋતમુદ્રાઃ રણઝણી
રહો એ ભવ્યાશે વિકસિત ઉરોનાં શતદલ. ૧૪૦
રહો એ ભવ્યાશે વિકસિત ઉરોનાં શતદલ. {{gap|2em}}૧૪૦


વદી એવું મીંચ્યાં નયન કવિએ, અંગુલિ રહી
વદી એવું મીંચ્યાં નયન કવિએ, અંગુલિ રહી
Line 182: Line 182:
રહી ગુંજી, ભાવિ સ્વર પરમની ભૂમિ બૃહત
રહી ગુંજી, ભાવિ સ્વર પરમની ભૂમિ બૃહત
રચંતી, સૃષ્ટિને વ્યથિત ઉર કે શાંતિ પ્રવેહી
રચંતી, સૃષ્ટિને વ્યથિત ઉર કે શાંતિ પ્રવેહી
</poem>


{{Right|ઑગસ્ટ, ૧૯૪૩}}


<small>{{Right|ઑગસ્ટ, ૧૯૪૩}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>