ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/થીગડું: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 25: Line 25:
પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા ને ઘૂંટડો ગળે ઉતારીને પાછા વળતા હતા ત્યાં એકાએક જાણે કોઈએ પાછળથી એમની કોટની બાંય ઝાલીને એમને રોક્યા. એમનાથી એકાએક પુછાઈ ગયું: શું છે, હસમુખની મા?
પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા ને ઘૂંટડો ગળે ઉતારીને પાછા વળતા હતા ત્યાં એકાએક જાણે કોઈએ પાછળથી એમની કોટની બાંય ઝાલીને એમને રોક્યા. એમનાથી એકાએક પુછાઈ ગયું: શું છે, હસમુખની મા?

નિસ્તબ્ધ અન્ધકારમાં એ પ્રશ્ન રઝળતો થઈ ગયો. પ્રભાશંકર આંખ ઝીણી કરીને અન્ધકારમાં તાકી રહ્યા. તપખીરનો સડાકો લઈને, સહેજ ખોંખારો ખાઈને, ‘મકુ જે’ કહીને, પારવતી ડોશીને વાત કરવાની ટેવ હતી. મોટા દીકરા મણિશંકરના મૃત્યુ પછી પ્રભાશંકર ઘણી વાર અન્યમનસ્ક બની જતા. ત્યારે ઘણુંખરું એમની બાંય ખેંચીને બોલાવવાની પારવતી ડોશીને ટેવ પડી ગઈ હતી. પ્રભાશંકરને યાદ આવ્યું: પરણ્યાને બેએક વરસ થયાં હશે. ત્યારે તો એમનાં ડોસાડોસી ઘરમાં હતાં. જમીને પ્રભાશંકર નોકરીએ જવાની તૈયારીમાં જ હતા. એમની ટેવ મુજબ ઘૂંટડો પાણી પીને રસોડાની બહાર નીકળવા જતા હતા ત્યાં આમ જ કોટની બાંય ખેંચીને એમને ઊભા રાખીને પારવતીએ પોતે માતા થવાની છે તેના શુભ સમાચાર આપ્યા હતા. સંયુક્ત કુટુમ્બમાં મર્યાદા જાળવીને રહેવાનું, બે ઘડી એકાન્ત મેળવીને એકબે શબ્દ બોલવાનું પણ ભાગ્યે જ બનતું, રાતે માબાપને ભાગવત સંભળાવીને પ્રભાશંકર સૂવા જાય ત્યારે પારવતી પથારીને એક ખૂણે, આખા દિવસના કામથી થાકેલી, ઊંઘે ઘેરાતી આંખે, માંડ જાગતી બેઠી હોય. આમેય તે પ્રભાશંકર ચાર શબ્દ બોલવાના હોય ત્યાં એક જ બોલીને કામ ચલાવી લે એવા માણસ.
નિઃસ્તબ્ધ અંધકારમાં એ પ્રશ્ન રઝળતો થઈ ગયો. પ્રભાશંકર આંખ ઝીણી કરીને અંધકારમાં તાકી રહ્યા. તપખીરનો સડાકો લઈને, સહેજ ખોંખારો ખાઈને, ‘મકુ જે’ કહીને, પારવતી ડોશીને વાત કરવાની ટેવ હતી. મોટા દીકરા મણિશંકરના મૃત્યુ પછી પ્રભાશંકર ઘણી વાર અન્યમનસ્ક બની જતા. ત્યારે ઘણુંખરું એમની બાંય ખેંચીને બોલાવવાની પારવતી ડોશીને ટેવ પડી ગઈ હતી. પ્રભાશંકરને યાદ આવ્યું: પરણ્યાને બેએક વરસ થયાં હશે. ત્યારે તો એમનાં ડોસાડોસી ઘરમાં હતાં. જમીને પ્રભાશંકર નોકરીએ જવાની તૈયારીમાં જ હતા. એમની ટેવ મુજબ ઘૂંટડો પાણી પીને રસોડાની બહાર નીકળવા જતા હતા ત્યાં આમ જ કોટની બાંય ખેંચીને એમને ઊભા રાખીને પારવતીએ પોતે માતા થવાની છે તેના શુભ સમાચાર આપ્યા હતા. સંયુક્ત કુટુંબમાં મર્યાદા જાળવીને રહેવાનું, બે ઘડી એકાંત મેળવીને એકબે શબ્દ બોલવાનું પણ ભાગ્યે જ બનતું, રાતે માબાપને ભાગવત સંભળાવીને પ્રભાશંકર સૂવા જાય ત્યારે પારવતી પથારીને એક ખૂણે, આખા દિવસના કામથી થાકેલી, ઊંઘે ઘેરાતી આંખે, માંડ જાગતી બેઠી હોય. આમેય તે પ્રભાશંકર ચાર શબ્દ બોલવાના હોય ત્યાં એક જ બોલીને કામ ચલાવી લે એવા માણસ.

મરણ આવ્યું તે દિવસે પારવતીએ પણ આમ જ હાથ પકડીને રોકતાં કહેલું: આજે ન જાઓ તો ન ચાલે? પણ પછી તરત જ, પ્રભાશંકર નિત્યનિયમમાં કશો ભંગ પડે તે સાંખી લેતા નહિ તે જાણીને, વાત બદલી નાખીને કહેલું: ના ના, એ તો મને અમથું જ જરા મનમાં એમ થયું … લો, એક ઘૂંટડો પાણી પીને પછી જાઓ.

Line 43: Line 43:
દેવ આગળ દીવો કરવા ને ફાનસ સળગાવવા પ્રભાશંકરે દીવાસળી શોધી, પણ જડી નહીં, પણ દીવાસળી શોધતાં એક દાબડામાંથી સોયદોરો જડ્યાં. એ લઈને પ્રભાશંકર ઓટલે ગયા. શેરીના દીવાને અજવાળે એમણે કેટલું થીગડું મારવું પડશે તેનો અંદાજ કાઢી લીધો. પોતાની બેસવાની ગાદી નીચે સંઘરેલાં ગાભાચીંથરાંમાંથી માપસરનો એક ટુકડો કાઢ્યો. એનો રંગ કોટના રંગને મળતો નહોતો આવતો. પણ એવું કપડું ક્યાંથી લાવવું? આ કોટનેય હસમુખ જેટલાં વરસ થયાં. મિલિટરીના સસ્તે ભાવે કાઢી નાખેલાં કપડાંમાંથી મણિશંકર એ લઈ આવેલો.

દીવાને અજવાળે પ્રભાશંકરે, આંખ ઠેરવીને, સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકથી ભીની કરીને છેડે વળ ચઢાવ્યો, ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાય તો ને!
દીવાને અજવાળે પ્રભાશંકરે, આંખ ઠેરવીને, સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરાને થૂંકથી ભીનો કરીને છેડે વળ ચઢાવ્યો, ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાય તો ને!

એટલામાં શેરીના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ નજર ગઈ. થોડી વાર સુધી તો એણે પ્રભાશંકરના નિષ્ફળ પ્રયત્નોને કુતૂહલથી જોયા કર્યા. પછી એ પાસે આવીને બેઠો અને ભીંતના પોપડા ઊખેડતો પ્રભાશંકરના પ્રયત્નોને જોઈ રહ્યો.

Line 49: Line 49:
પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું: ‘કોણ છો બેટા? દયાશંકરનો મનુ કે?’ પેલા કિશોરે કહ્યું: ‘હા, દાદા.’
પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું: ‘કોણ છો બેટા? દયાશંકરનો મનુ કે?’ પેલા કિશોરે કહ્યું: ‘હા, દાદા.’

કિશોરના માનવાચક સમ્બોધનથી પ્રોત્સાહન પામીને પ્રભાશંકરે કહ્યું: ‘ભાઈ, મને જરા આ સોયમાં દોરો પરોવી આપ ને!’
કિશોરના માનવાચક સંબોધનથી પ્રોત્સાહન પામીને પ્રભાશંકરે કહ્યું: ‘ભાઈ, મને જરા આ સોયમાં દોરો પરોવી આપ ને!’

મનુએ કહ્યું: ‘દાદા, એક શરત. તમારે વાર્તા કહેવી પડશે.’
મનુએ કહ્યું: ‘દાદા, એક શરત. તમારે વાર્તા કહેવી પડશે.’
Line 121: Line 121:
પ્રભાશંકરે કહ્યું: ‘હા.’
પ્રભાશંકરે કહ્યું: ‘હા.’

મનુ સન્તોષ પામીને ઊભો થઈ ચાલ્યો ગયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકરે ઘડીભર સ્થિર થઈને બેસી જ રહ્યા. પછી બખિયો ભરતાં સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ, એટલે સોયદોરો કાઢી લઈને ઊભા થયા ને ઘરની અંદરના અન્ધકારમાં અલોપ થઈ ગયા.
મનુ સંતોષ પામીને ઊભો થઈ ચાલ્યો ગયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકરે ઘડીભર સ્થિર થઈને બેસી જ રહ્યા. પછી બખિયો ભરતાં સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ, એટલે સોયદોરો કાઢી લઈને ઊભા થયા ને ઘરની અંદરના અંધકારમાં અલોપ થઈ ગયા.

મારો જે સાચો ભાવક છે તે તો કૃતિમાં મેં જે કર્યું તેને સૂક્ષ્મતાથી પામી શકશે, એ જો ન પામી શકે તો એની દયા ખાઈને એ સૂક્ષ્મતાને કાઢી નાખું અને એની કક્ષાએ નીચો ઊતરીને લોકપ્રિય થવા મથું તો મને લાગે છે કે હું બન્નેને અન્યાય કરું છું. એ રીતે મારી પ્રજા કોઈ દિવસ સંસ્કારિતાની દિશામાં આગળ વધવાની નથી. લોકપ્રિયતા, સમાજાભિમુખતા કે વાચકાભિમુખતા જેવા પ્રશ્નો મારી દૃષ્ટિએ તો અપ્રસ્તુત છે. નહિ તો ભવભૂતિને કેમ કહેવું પડત કે કાલોઅયં નિરવધિ વિપુલા ચ પૃથિવી? હું શા માટે એવો આગ્રહ રાખું કે મારો જમાનો મને તરત જ ઓળખે. પાંચ વરસમાં જ મારો પ્રભાવ એવો પડે કે બધા મને તરત ખભે બેસાડી દે, ચન્દ્રકો મળી જાય, મારી કૃતિઓ પાઠ્યપુસ્તક તરીકે આવી જાય.