ગુજરાતી કવિતાનો આસ્વાદ/નયણાં: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|નયણાં| સુરેશ જોષી}} <poem> ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં – એમાં..."
 
No edit summary
Line 20: Line 20:
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં.
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં.
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
{{Right|– વેણીભાઈ પુરોહિત (સિંજારવ)}}
{{Right|'''– વેણીભાઈ પુરોહિત''' (સિંજારવ)}}
</poem>
</poem>
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
શરૂઆતમાં જ કવિની સામે ફરિયાદ કરવાનું મન થાય છે. શીર્ષકમાં અતિપ્રકટતા છે. કાવ્યમાં જે વ્યંજકતા આસ્વાદ્ય બની રહે છે તેની સાથે શીર્ષકયોજનાનો મેળ ખાતો નથી. જુઓ ને, કાવ્યમાં ક્યાંય આંખને માટેનો એક્કેય શબ્દ કવિએ વાપર્યો છે? પહેલી જ લીટીમાં વાચ્યાર્થનો બાધ થાય એવી યોજના કરી હોવાથી, કવિ ‘માછલાં’નું નામ દઈને બીજા કશાકની વાત કરે છે, એટલું તો આપણે સમજી જ જઈએ છીએ. વળી આ માછલાં ઊનાં પાણીમાં રહેનારાં ‘અદ્ભુત’ માછલાં છે. આ ‘અદ્ભુત’ વિશેષણ ન વાપર્યું હોત તો ઘણું સારું થાત. ઊનાં પાણીમાં રહેનારાં માછલાં તો અદ્ભુત જ હોય ને!