ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એક વારનું ઘર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
m (Meghdhanu moved page ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એક વારનું ઘર to ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એક વારનું ઘર: Removed Number in Title) |
(No difference)
|
Revision as of 14:54, 9 November 2023
એક વારનું ઘર
જયન્ત પાઠક
આ આપણું એક વારનું ઘર :
દિવાળીનાં કોડિયાં મૂકતા હતા
તે આ કાળા કાળા ગોખલા;
આપણાં એક વારનાં ચળકતાં ગીતો
ચુપચાપ કટાય છે આ હીંચકાનાં કડાંમાં;
આપણી પગલીઓ અહીંતહીં રઝળે છે
ઓટલાની ઊખડેલી ઓકળીઓમાં;
ઊભી ઊભી મૂગી મૂગી સળે છે
ઓસરીની ગાતી થાંભલીઓ
—આપણી હથેળીઓથી રાતી થાંભલીઓ—
બારણાને ટોલ્લે ચોંટાડેલી
હનુમાનજીની મળી
હવે ઘરમાં પેસતાં ભૂતને રોકી શકતી નથી,
બારસાખે બેસાડેલી પૂતળીઓ
આવ-જા કરતા વાયરાને ટોકી શકતી નથી;
કોઢના ખીલા
ઢીલા ઢીલા મૂગા મૂગા
સુક્કું ઘાસ વાગોળે છે;
—લીલારો ચરવા આપણી ગાય
આઘેના વગડામાં નીકળી ગઈ છે,
બા એને અંધારામાં ખોળે છે—
દીવાલોમાં દટાઈ ગયેલી દાદાની વાતો.
પોપડે પોપડે ઊખડે છે;
અને આપણે?... આપણે પણ...