31,377
edits
(+1) |
(Added Book Cover) |
||
| Line 3: | Line 3: | ||
'''‘દરિયાની દીકરી’ : હસમુખ અબોટી '''</big><br> | '''‘દરિયાની દીકરી’ : હસમુખ અબોટી '''</big><br> | ||
{{gap|14em}}– સુશીલા વાઘમશી</big>'''</center> | {{gap|14em}}– સુશીલા વાઘમશી</big>'''</center> | ||
[[File:દરિયાની દીકરી.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સૌથી વધુ દરિયાકિનારો ધરાવનાર ગુજરાત પાસે સાગરજીવનને લગતું બહુ ઓછું સાહિત્ય સર્જાયું છે! આ ફરિયાદ નવલકથાના ઇતિહાસ તરફ નજર નાખતાં સાચી લાગે. પરંતુ ગુણવંત આચાર્ય, ચન્દ્રશંકર બુચ ‘સુકાની’, વનુ પાંધી, મનુભાઈ પાંધી, રામજી જેઠવા, નારાયણ દામજી, મકરંદ મહેતા અને હસમુખ અબોટી ‘ચંદન’નું કથાસાહિત્ય આશા જગાવનારું છે. હસમુખ અબોટીએ ‘દરિયાની દીકરી’ નવલકથા આપીને આ પંરપરાને વેગ આપ્યો છે. હસમુખ અબોટી ‘ચંદન’નો જન્મ ૧૯-૦૪-૧૯૬૪ના રોજ કચ્છ જિલ્લાના કોઠારા ગામે થયો છે. પી.ટી.સી., બી. એડ.નો અભ્યાસ અનુક્રમે ભુજ અને મુન્દ્રામાં થયો છે. વ્યવસાયે પ્રાથમિક શિક્ષક તરીકે માંડવીમાં ફરજ બજાવતા સર્જક હાલે નિવૃત્ત થઈ સાહિત્યમાં પ્રવૃત્ત છે. ‘દરિયાની વાટે વાટે’ (૨૦૧૨), ‘સાગરના સુસવાટા’ (૨૦૧૨), ‘હુડિયો કોઠો’ (૨૦૧૩), ‘સાગરનો સાદ’ (૨૦૧૬) જેવી સાગરકથાઓની સાથે તેમની પાસેથી ‘દરિયાની દીકરી’ (૨૦૨૧) નવલકથા, ‘દાસ્તાન અપની દુનિયા કહેગી’ લઘુનવલકથા, ‘ગાજૂસ’ દરિયાઈ કચ્છી વાર્તાસંગ્રહ અને ‘ધરિયાજા ભીડા’ કાવ્યસંગ્રહ પ્રાપ્ત થાય છે. શિક્ષણ અને સર્જનની સાથે ગુજરાતી અને કચ્છી વર્તમાનપત્રોમાં દૈનિક અને અઠવાડિક કોલમલેખક તરીકે પણ પ્રવૃત્ત છે. શિક્ષક અને સાહિત્યકાર તરીકે તેમનું અનેક વાર જુદી જુદી સંસ્થાઓ દ્વારા અનેક એવોર્ડથી સન્માન થયું છે. ‘દરિયાની દીકરી’ નવલકથાની પ્ર. આ. ૨૦૨૧માં ગૂર્જર પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રગટ થઈ છે. પુસ્તક રૂપે પ્રગટ થતા પહેલાં આ નવલકથા કચ્છમિત્ર વર્તમાનપત્રની બુધવારપૂર્તિમાં ધારાવાહિક નવલકથા તરીકે ૧૭-૦૯-૨૦૨૦થી ૨૨-૦૯-૨૦૨૧ સુધી પ્રગટ થઈ હતી. સર્જકે આ નવલકથાને સાહિત્યસાગરમાં ડૂબકી મારવાનું શીખવનાર માતા-પિતા : સ્વ. દયારામ પુરુષોત્તમ ઠાકર, સ્વ. મીઠાબહેન દયારામ ઠાકર મોટાંબા અને સ્વ. મોંઘીબહેન લક્ષ્મીશંકર ઠાકરને અર્પણ કરી છે. નવલકથાના આરંભમાં વીનેશ અંતાણીનો અભ્યાસલેખ મૂકવામાં આવ્યો છે. | સૌથી વધુ દરિયાકિનારો ધરાવનાર ગુજરાત પાસે સાગરજીવનને લગતું બહુ ઓછું સાહિત્ય સર્જાયું છે! આ ફરિયાદ નવલકથાના ઇતિહાસ તરફ નજર નાખતાં સાચી લાગે. પરંતુ ગુણવંત આચાર્ય, ચન્દ્રશંકર બુચ ‘સુકાની’, વનુ પાંધી, મનુભાઈ પાંધી, રામજી જેઠવા, નારાયણ દામજી, મકરંદ મહેતા અને હસમુખ અબોટી ‘ચંદન’નું કથાસાહિત્ય આશા જગાવનારું છે. હસમુખ અબોટીએ ‘દરિયાની દીકરી’ નવલકથા આપીને આ પંરપરાને વેગ આપ્યો છે. હસમુખ અબોટી ‘ચંદન’નો જન્મ ૧૯-૦૪-૧૯૬૪ના રોજ કચ્છ જિલ્લાના કોઠારા ગામે થયો છે. પી.ટી.સી., બી. એડ.નો અભ્યાસ અનુક્રમે ભુજ અને મુન્દ્રામાં થયો છે. વ્યવસાયે પ્રાથમિક શિક્ષક તરીકે માંડવીમાં ફરજ બજાવતા સર્જક હાલે નિવૃત્ત થઈ સાહિત્યમાં પ્રવૃત્ત છે. ‘દરિયાની વાટે વાટે’ (૨૦૧૨), ‘સાગરના સુસવાટા’ (૨૦૧૨), ‘હુડિયો કોઠો’ (૨૦૧૩), ‘સાગરનો સાદ’ (૨૦૧૬) જેવી સાગરકથાઓની સાથે તેમની પાસેથી ‘દરિયાની દીકરી’ (૨૦૨૧) નવલકથા, ‘દાસ્તાન અપની દુનિયા કહેગી’ લઘુનવલકથા, ‘ગાજૂસ’ દરિયાઈ કચ્છી વાર્તાસંગ્રહ અને ‘ધરિયાજા ભીડા’ કાવ્યસંગ્રહ પ્રાપ્ત થાય છે. શિક્ષણ અને સર્જનની સાથે ગુજરાતી અને કચ્છી વર્તમાનપત્રોમાં દૈનિક અને અઠવાડિક કોલમલેખક તરીકે પણ પ્રવૃત્ત છે. શિક્ષક અને સાહિત્યકાર તરીકે તેમનું અનેક વાર જુદી જુદી સંસ્થાઓ દ્વારા અનેક એવોર્ડથી સન્માન થયું છે. ‘દરિયાની દીકરી’ નવલકથાની પ્ર. આ. ૨૦૨૧માં ગૂર્જર પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રગટ થઈ છે. પુસ્તક રૂપે પ્રગટ થતા પહેલાં આ નવલકથા કચ્છમિત્ર વર્તમાનપત્રની બુધવારપૂર્તિમાં ધારાવાહિક નવલકથા તરીકે ૧૭-૦૯-૨૦૨૦થી ૨૨-૦૯-૨૦૨૧ સુધી પ્રગટ થઈ હતી. સર્જકે આ નવલકથાને સાહિત્યસાગરમાં ડૂબકી મારવાનું શીખવનાર માતા-પિતા : સ્વ. દયારામ પુરુષોત્તમ ઠાકર, સ્વ. મીઠાબહેન દયારામ ઠાકર મોટાંબા અને સ્વ. મોંઘીબહેન લક્ષ્મીશંકર ઠાકરને અર્પણ કરી છે. નવલકથાના આરંભમાં વીનેશ અંતાણીનો અભ્યાસલેખ મૂકવામાં આવ્યો છે. | ||