હરીશ મીનાશ્રુની કવિતા/આનંત્યસંહિતા : ૧૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big><big>'''તિર્યગ્ગીતિ'''</big></big></center>
<center><big><big>'''આનંત્યસંહિતા : ૧૦'''</big></big></center>
 
<poem>આનંત્યસંહિતા : ૧૦


<poem>
પરિઘનો પ્રવાસી
પરિઘનો પ્રવાસી
ક્યાંય ન પહોંચવા માટે
ક્યાંય ન પહોંચવા માટે

Latest revision as of 00:07, 27 February 2024

આનંત્યસંહિતા : ૧૦

પરિઘનો પ્રવાસી
ક્યાંય ન પહોંચવા માટે
આરંભે છે યાત્રા
ને
શિથિલવિથિલ ને શ્લથ
વંચનાથી લથપથ
ઢળી પડે છે
દિનાંતે

ત્રિજ્યાની વીથિકાઓ વિતથ છે :
એ સ્થાપે છે
ભ્રમણ ઉપર ભ્રમણાનું આધિપત્ય
ને ઉથાપે છે નાભિનું સત્ય

હું
શૂન્યનો અધિષ્ઠાતા
વર્તુળનો અધિપતિ
સ્થિર ઊભો છું
કેન્દ્રમાં
– જ્યાં
નિરવધિ અવકાશ અને અગતિ
ઘનીભૂત થયાં છે

હું જન્માંતરોથી
તારી રાહ જોઈ રહ્યો છું
નિષ્પલક નેત્રે