જયદેવ શુક્લની કવિતા/ભેજલ અન્ધકારમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 25: Line 25:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|previous = કેવેફી વાંચતાં જાગેલું સ્મરણ
|next = પૃથ્વીપુષ્પ
|next = મલ્હાર ઢોળાયો...
}}
}}

Latest revision as of 01:01, 29 February 2024

ભેજલ અન્ધકારમાં

ગભારામાં હીજરાતા
તાંબાના નાગને
કચડતો
ફૂલોની ગન્ધવાળો
ભેજલ અન્ધકાર.
નાગને માથે
ખીલેલું
જાસૂદનું ફૂલ.
દીવાની સ્થિર સળગતી જ્યોત.
મન્દ્ર ગાન્ધારમાં
કડકડાટ મહિમ્ન બોલતો
વરસાદ.

નગારાં બજી ઊઠે છે.
આરતી પ્રગટે છે.
બેઠેલો નન્દી ઉછળે છે.

ભેજલ અન્ધકારમાં
આગિયા રેલાય છે...