ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/સંપાદકોનો પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
{{poem2Open}}
{{poem2Open}}
પ્રો. ડૉ. સતીશ ઘનશ્યામભાઈ વ્યાસનો જન્મ ધંધુકા તાલુકાનાં રોજકા ગામે તા- 10 ઓક્ટોબર, 1943ના રોજ થયો હતો. માતા રસિલાબહેનને વાચનનો શોખ. પિતા ઘનશ્યામભાઈ નાટ્ય રસીક. એ કારણે સાહિત્ય અને નાટક પ્રત્યેની પ્રીતિ વારસામાં મળી. સતીશભાઈએ શાળાકીય શિક્ષણ વતન સૂરતમાં લીધું. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષાસાહિત્ય સાથે 1965માં બી.એ. થયા. એ જ વિષયમાં 1967માં એમ.એ થયા. તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉ. જયન્ત પાઠકના માર્ગદર્શનમાં ‘આધુનિક કવિતાની ભાષા: પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ’ વિષય પર 1981માં પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી. સતીશભાઈ 1967માં શેઠ કે. કે આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ધંધુકામાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે જોડાયા અને 1987 સુધી ત્યાં સેવાઓ આપી. આ કૉલેજમાં અધ્યાપનની સાથે સાથે તેઓ કળા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયા. તેમના માર્ગદર્શન અને દિગ્દર્શનમાં એકાંકી અને ત્રિઅંકી મળીને લગભગ સવાસો નાટકોનું મંચન થયું. આ કળાપ્રવૃત્તિએ વિદ્યાર્થીઓની અને નાગરિકોની કળા પ્રત્યેની ઋચી ઘડવામાં ઓપન યુનિવર્સિટી જેવુ કાર્ય કર્યું. તેઓ 1987માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને 1992થી 1999 દરમિયાન રીડર અને 2000થી પ્રોફેસર તરીકે સેવાઓ આપી.

સતીશ વ્યાસની પ્રતિષ્ઠા એક ઉત્તમ વિવેચક, સંનિષ્ઠ અધ્યાપક, કુશળ વક્તા અને ઉત્તમ નાટ્યકાર તરીકેની છે. તેમના માર્ગદર્શનમાં લગભગ ત્રીસથી વધુ વિદ્યાર્થીઓએ પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે. તેમના સુડતાલીસ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમનાં એકાંકી સંગ્રહો છે ‘નો પાર્કિંગ’  ‘તીડ’ અને ‘પૂતળીબાઈ’. અગીયાર દીર્ઘ નાટકો, ‘પશુપતિ’, ‘જળને પડદે’. ‘અંગુલીમાલ’, ‘કામરુ’, ‘ધૂળનો સૂરજ’, ‘અમે અહીંથી નહીં જઈએ’, ‘મેં ગંદેવીનો ગલો’, ‘અરણ્યા’, ‘મન મગન હુઆ’, ‘એક હતો રાજા’ અને ‘બાલ્કની’, પ્રકાશિત થયા છે. સતીશભાઈ માને છે કે ‘ભજવાય નહીં તો નાટક નહીં’. તેમનાં બધા જ નાટકો એક કરતાં વધુ વખત ભજવાયા છે અને અનેક નાટ્ય સ્પર્ધાઓમા વિજેતા બન્યા છે. ‘જળને પડદે’ નાટકના લગભગ 88 શો થયા છે! તેમના નાટકોનો હિન્દી, મરાઠી, અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો છે. તેમનાં દીર્ઘનાટકોનું સંપાદન ‘સમગ્ર નાટક’ નામે દીપક રાવલે કર્યું છે અને સમગ્ર એકાંકીઓનું સંપાદન પ્રો. ચીમનભાઈ કોળી તથા ભરત પરીખે ‘સતીશ વ્યાસના શ્રેષ્ઠ એકાંકી’ નામે કર્યું છે. સતીશભાઈએ ગુજરાતી સાહિત્યમા મૌલિક નાટકો નથી એમ કહેવાતું હતું તે મહેણું ભાંગ્યું છે. સતીશભાઈનાં પુસ્તકો ગુજરાતની દરેક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન પામ્યા છે. તેમની કૃતિઓ ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને બીજી અનેક ગણમાન્ય સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત થઈ છે.   
સતીશ વ્યાસની પ્રતિષ્ઠા એક ઉત્તમ વિવેચક, સંનિષ્ઠ અધ્યાપક, કુશળ વક્તા અને ઉત્તમ નાટ્યકાર તરીકેની છે. તેમના માર્ગદર્શનમાં લગભગ ત્રીસથી વધુ વિદ્યાર્થીઓએ પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે. તેમના સુડતાલીસ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમનાં એકાંકી સંગ્રહો છે ‘નો પાર્કિંગ’  ‘તીડ’ અને ‘પૂતળીબાઈ’. અગીયાર દીર્ઘ નાટકો ‘પશુપતિ’, ‘જળને પડદે’. ‘અંગુલીમાલ’, ‘કામરુ’, ‘ધૂળનો સૂરજ’, ‘અમે અહીંથી નહીં જઈએ’, ‘મેં ગંદેવીનો ગલો’, ‘અરણ્યા’, ‘મન મગન હુઆ’, ‘એક હતો રાજા’ અને ‘બાલ્કની’, પ્રકાશિત થયા છે. સતીશભાઈ માને છે કે ‘ભજવાય નહીં તો નાટક નહીં’. તેમનાં બધા જ નાટકો એક કરતાં વધુ વખત ભજવાયા છે અને અનેક નાટ્ય સ્પર્ધાઓમા વિજેતા બન્યા છે. ‘જળને પડદે’ નાટકના લગભગ 88 શો થયા છે! તેમના નાટકોનો હિન્દી, મરાઠી, અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો છે. તેમનાં દીર્ઘનાટકોનું સંપાદન ‘સમગ્ર નાટક’ નામે દીપક રાવલે કર્યું છે અને સમગ્ર એકાંકીઓનું સંપાદન પ્રો. ચીમનભાઈ કોળી તથા ભરત પરીખે ‘સતીશ વ્યાસના શ્રેષ્ઠ એકાંકી’ નામે કર્યું છે. સતીશભાઈએ ગુજરાતી સાહિત્યમા મૌલિક નાટકો નથી એમ કહેવાતું હતું તે મહેણું ભાંગ્યું છે. સતીશભાઈનાં પુસ્તકો ગુજરાતની દરેક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન પામ્યા છે. તેમની કૃતિઓ ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને બીજી અનેક ગણમાન્ય સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત થઈ છે.   
{{poem2Close}}
{{poem2Close}}
{{right|'''– દીપક રાવલ'''}}
{{right|'''– દીપક રાવલ'''}}