કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/સરોદ બાજે: Difference between revisions
Jump to navigation
Jump to search
૨૩. સરોદ બાજે
(+1) |
No edit summary |
||
Line 35: | Line 35: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = શબદુની | |previous = શબદુની વાટે | ||
|next = | |next = અમને ગુરુ મળ્યા છે ગરવા | ||
}} | }} |
Latest revision as of 01:45, 31 May 2024
બાજે સરોદ બાજે,
અકલિત કોઈ અવાજે
બાજે સરોદ બાજે.
કોઈ સમય દે ફૂલઝડી
સૂરોની સ્નેહ સુહાગી;
કોઈ સમય દે ત્રુટક તૂટતી
શ્રુતિ વેદના દાગીઃ
કંઈક નવું, કંઈ અણકલ્પ્યું એ
વાજી મને નવાજે.
બાજે સરોદ બાજે.
રાગ ન જાણે, નહીં રાગિણી,
બજતો તો ય સુરાગે;
અદ્ભુત એ અણજાણ્યાસૂરે
વણવગડ્યા શો વાગેઃ
સુરાવલીની સુરતા એક જ,
વાજે એક જ કાજે.
બાજે સરોદ બાજે.
બજતો રહેજે ઉરે નિરંતર
મિલન વ્રેહના સૂરે;
તમા નહીં છો તારા સૂરે
હૈયું નિરંતર ઝૂરે;
હૃદય ઝૂરવા ઓર ચહે છે
તવ ગુંજે યા ગાજે.
બાજે સરોદ બાજે.
(સુરતા, પૃ. ૧૦-૧૧)