હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ચારે તરફથી એમ નજરને સમેટશું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''ચારે તરફથી એમ નજરને સમેટશું'''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Revision as of 15:26, 29 June 2024



ચારે તરફથી એમ નજરને સમેટશું
ના હોય ત્યાં ય એનો કમરબંધ દેખશું

સૂંઘીશું ગાઢ શ્વાસ ભરી એના કેશને
વેણીની જેમ આપણે પણ બહુ મહેકશું

નિખરે છે એના ગૌર વરણથી બધા ય રંગ
એની ગલીમાં મેઘધનુ પર ટહેલશું

લંબાવી હાથ સ્પર્શશું વાદળની કોરને
પાલવ કિનાર સાથ ક્ષિતિજ લગ લહેરશું

છે મૌન એનું પૈઠણી વાણી ય પૈઠણી
શું તાણાવાણા આપણે એના ઉકેલશું