હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મારું ધીમા સ્મરણ વહનમાં ધીમું બળવું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 18: Line 18:
ઝાકળના દડતા ટીપામાં આછા અણસાર  
ઝાકળના દડતા ટીપામાં આછા અણસાર  
ઝરમર ઝરમર જેવું ઝીણું અલપ ઝલપવું.
ઝરમર ઝરમર જેવું ઝીણું અલપ ઝલપવું.
'''છંદવિધાન'''
ત્રિગણ કટાવ
</poem>}}
</poem>}}



Revision as of 06:33, 7 July 2024



મારું ધીમા સ્મરણ વહનમાં ધીમું બળવું
નામ કોડિયે પ્રગટાવીને તરતું મૂકવું.

માટી પર ઝિલમિલ સરતો શોષાતો રેલો
એક કૂંપળનું ત્વચા તળે હળવેથી ફૂટવું.

વૃક્ષનું ઊપસી આવવું આભલે મઢ્યા તિમિરમાં
છાતી જેવું મર્મરનું ત્રૂટક ખળખળવું.

રાતનું ઊઘડી ઊઘડી પડવું વનવગડામાં
ઢળતા ઢાળે છોડ વચાળે ઝબકી ઉઠવું.

ઝાકળના દડતા ટીપામાં આછા અણસાર
ઝરમર ઝરમર જેવું ઝીણું અલપ ઝલપવું.

છંદવિધાન
ત્રિગણ કટાવ