હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજો: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
ન વહનમાં સાંભળ્યો કે ન મને નીરવમાં કાંઠે | ન વહનમાં સાંભળ્યો કે ન મને નીરવમાં કાંઠે | ||
હવે શંખ છું તૂટેલો હવે મારું મૌન કળજો. | હવે શંખ છું તૂટેલો હવે મારું મૌન કળજો. | ||
'''છંદવિધાન''' | |||
લલગાલગા લગાગા લલગાલગા લગાગા | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 06:58, 7 July 2024
આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજો
ન મળ્યા ઉઘાડી આંખે હવે બંધ આંખે મળજો.
મને રણ મળ્યું તમારું ન મળ્યાં તમારાં વાદળ
ન શીતળ અડ્યા ત્વચાને હવે હાડોહાડ બળજો.
ન વહી હવામાં આવ્યા ન પવનમાં વીંટળાયા
હું ઊગીશ ઘાસ થઈને તમે ડાળ ડાળ લળજો.
કદી સહુ વળાંક પરથી હું વળ્યો તમારી બાજુ
હવે સ્થિર ગલી ગલી છું તમે મારી બાજુ વળજો.
ન વહનમાં સાંભળ્યો કે ન મને નીરવમાં કાંઠે
હવે શંખ છું તૂટેલો હવે મારું મૌન કળજો.
છંદવિધાન
લલગાલગા લગાગા લલગાલગા લગાગા