હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/બરોબર તમારી લઢણ નીકળ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
હું તમને લખી કે ન વાંચી શકું | હું તમને લખી કે ન વાંચી શકું | ||
સદાનો તમારો અભણ નીકળ્યો | સદાનો તમારો અભણ નીકળ્યો | ||
'''છંદવિધાન''' | |||
લગાગા લગાગા લગાગા લગા | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> |
Latest revision as of 08:10, 7 July 2024
બરોબર તમારી લઢણ નીકળ્યો
ન હું આમ કે આમ પણ નીકળ્યો
વિસાર્યો તો તલ પણ હું નહોતો મુખે
સ્મર્યો તો ગળે આભરણ નીકળ્યો
વહ્યો જ્યાં તમારી નજર પળ પડી
હસ્યાં તો હું ખળખળતો પણ નીકળ્યો
સ્વપનમાં તમે તો શું પારસ હતાં
સવારે હું સોનાવરણ નીકળ્યો
હું તમને લખી કે ન વાંચી શકું
સદાનો તમારો અભણ નીકળ્યો
છંદવિધાન
લગાગા લગાગા લગાગા લગા