કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૧. ધરતીની પ્રીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 21: Line 21:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૫૬)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૫૬)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૦. ઘડીક સંગ|૧૦. ઘડીક સંગ]]
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૨. પિતા—|૧૨. પિતા—]]
}}

Latest revision as of 10:52, 3 September 2021

૧૧. ધરતીની પ્રીત

નિરંજન ભગત

મને તો ધરતીની પ્રીત રે!
મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળનાં હો ગીત રે!

ક્યારેક કોમલ ફૂલશયને
નીંદરની સોડ તાણું,
ક્યારેક પાંપણભીનાં નયને
કંટકનું શૂળ માણું;
મનખાની માયા મને, આવો આંસુ ને આવો સ્મિત રે!

ન્હાવું નથી સુરગંગાને નીરે,
નથી રે સુધા પીવી;
ઝૂરી ઝૂરી જગજમુના તીરે
મૃત્યુમાં જાવું છે જીવી,
વૈકુંઠ મેલીને વ્રજમાં મોહ્યો તે નથી ભૂલ્યો હું ભીંત રે!
મને તો ધરતીની પ્રીત રે!

૧૯૪૭

(બૃહદ છંદોલય, પૃ. ૫૬)