અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/હરિનાં દર્શન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

Line 24: | Line 24: | ||
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨-૧૩)}} | {{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨-૧૩)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/0/04/Harina_Darshan.mp3 | |||

ન્હાનાલાલ દ. કવિ • હરિનાં દર્શન • સ્વરનિયોજન: પારંપરિક/પં. નારયણ મોરેશ્વર ખરે • સ્વર: મધુરી ખરે | |||

Revision as of 20:49, 20 August 2021
ન્હાનાલાલ દ. કવિ
મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું, ન ઠરિયાં ઝાંખી કરી.
શોક-મોહના અગ્નિ રે તપે, તેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, તેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યાં.
નાથ ગગનના જેવા રે, સદા મને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે, ઘડીયે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ તેને ચેતનની?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ તોયે કંઈ દિનની.
સ્વામી સાગર સરીખા રે; નજરમાં ન માય કદી :
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.
પેલાં દિવ્સ લોચનિયાં રે, પ્રભુ! ક્યારે ઊઘડશે?
એવાં ઘોર અન્ધારાં રે, પ્રભુ! ક્યારે ઊતરશે?
નાથ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ.
(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨-૧૩)
ન્હાનાલાલ દ. કવિ • હરિનાં દર્શન • સ્વરનિયોજન: પારંપરિક/પં. નારયણ મોરેશ્વર ખરે • સ્વર: મધુરી ખરે