8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

Line 54: | Line 54: | ||
૨૭૮, ૨૭૯, ૩૨૧, ૩૨૫, ૫૧૬, ૫૨૨)}} | ૨૭૮, ૨૭૯, ૩૨૧, ૩૨૫, ૫૧૬, ૫૨૨)}} | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: સ્નેહરશ્મિનાં હાઇકુ વિશે – ઉદયન ઠક્કર

{{Poem2Open}} | |||
સત્તર અક્ષરમાં અઢાર વાત તો ક્યાંથી થાય? માંડીને વાત કરવી હોય તો આખ્યાન લખવું. છાંડીને વાત કરતાં આવડે તો હાઇકુ. ભાવક પર ભરોસો ન હોય તેણે હાઇકુના ધંધામાં પડવું નહિ. | |||
હાઇકુ એટલે શું? ત્રિપગી ચમત્કૃતિ? સત્તરાક્ષરી ઉખાણું? પંદરમી સદીમાં સોકાને લખ્યું, | |||
મૂકી શકાય | |||
ચન્દ્રે દાંડી તો પંખો | |||
ફૂટડો થાય | |||
ચાલો, પંખો તો થયો, પણ કવિતા? | |||
સ્નેહરશ્મિનાં હાઇકુ વાંચીએ. ઝાપટું શમી ગયું છે. ઘાસની કેડે બાઝેલું એક બચુકડું ટીપું ઊંચે જુએ છે ને મલકાય છે. ચાંદીનું ચૂર્ણ ચમકતું ચારેકોર. જાણે મોતી વેરાણાં ચોકમાં — | |||
સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે | |||
હું નથી માનતો, આ ચન્દ્ર તો ગપોડી છે. | |||
રાત પડી; અંધકારનો ખડિયો ખૂલ્યો; આકારો ઓગળ્યા નિરાકારમાં; ગોરી ધેનુ, લીલા કદંબ અને જામલી મોરપિચ્છ હવે શ્યામમય થયાં. | |||
અલકમલક સીમને છેડે | |||
વડની તળે જલમાં કાળી શાહીનું ટીપું ભળે | |||
(મણિલાલ દેસાઈ) | |||
ફરતી પીંછી અંધકારની. પણ જ્યોતિનો સ્વભાવ જ અડવો. તિમિરોના સ્નેહસંમેલનમાં ભળી ન શકે. જમાનાના રંગે બધાં રંગાતાં નથી. અડાબીડ અન્યાયો વચ્ચેય કેટલાંક ઉજ્જ્વળ રહી શકે છે. | |||
અંધકાર સામે પ્રકાશની પટાબાજી ખેલતો દીપક નવોઢાની પહેલી જ ફૂંકે પરાસ્ત થઈ જાય છે અને જાગી જાય છે રાતનું રૂપ. ‘શું કોઈ પદમણી નારીને નિજ કેશ ઉઘાડા મૂક્યા છે?’ દીવો હોલવીને કવિ કલ્પનાને સંકોરી મૂકે છે. | |||
રાતને સમે હિલ સ્ટેશનેથી ઊતરતાં ઊતરતાં તળેટીના કાળા જળમાં તેજનો તરાપો તરતો દેખાય છે. આ તે કઈ નગરી? ને આ નગરીમાં ‘ન’ ‘ત’ ‘ર’ની કેવી નવતર ‘વર્ણ’વ્યવસ્થા! | |||
આશાના આભલે ટંકાઈ, મનોરથના મોરલે ચિતરાઈ, પછી કુંવારિકાની ચૂંદડી કાં ન હોય સવા લાખની? પાણિયારેથી આવતી બાળા શૃંગારરસનું વહન કરી રહી છે, પાન નહિ, એટલે તરસી જ છે. સંત અને કવિમાં આટલો ફેર. એક ચુનરિયા કોરી રાખવા માગે, બીજો રસછાંટણે ભીંજવવા. | |||
કોક વાર એક જ પનઘટ પે સરખેસરખી બે સૈયરો પાણીડાં સાથે સીંચતી હોય. સરખાવોઃ | |||
સોળ વરસની છોરી, | |||
સરવરિયેથી જળને ભરતી | |||
તોયે એની મટકી રહેતી કોરી | |||
(પ્રિયકાન્ત મણિયાર) | |||
{{Right|(‘જુગલબંધી’)}} | |||
{{Poem2Close}} | |||