અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ગાણું અધૂરું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 30: Line 30:
{{Right|મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬}}
{{Right|મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૭. યથાર્થ જ સુપથ્ય એક
|next = કર્ણ-કૃષ્ણ
}}

Latest revision as of 12:57, 20 October 2021


ગાણું અધૂરું

ઉમાશંકર જોશી

ગાણું અધૂરું મેલ્ય મા,
         ’લ્યા વાલમા,
         ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
         ’લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરુંo

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
         ’લ્યા વાલમા,
ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરુંo

ઓરાં બોલાવી ધકેલ મા,
         ’લ્યા વાલમા,
છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરુંo

છાતીથી છેટાં મેલ મા,
         ’લ્યા વાલમા,
         હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા
         ’લ્યા વાલમા,
         હોઠે આયેલું પાછું ઠેલ મા.
                  ગાણું અધૂરું મેલ મા.

મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬