કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/કચ્છનું પાણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
 
Line 21: Line 21:
હસતું રમતું રણમાં દીઠું,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ' કચ્છનું પાણી!
વાહ રે ‘ઘાયલ' કચ્છનું પાણી!</poem>}}
(આઠોં જામ ખુમારી, પૃ. ૫૧૦)
{{center|{{gap|4em}}(આઠોં જામ ખુમારી, પૃ. ૫૧૦)}}
</poem>}}
{{center|ભૂજ, ૨-૧૨-૧૯૬૭{{gap|4em}}(આઠોં જામ ખુમારી, પૃ. ૩૬૮)}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 00:58, 12 November 2024

૪૩. કચ્છનું પાણી

ભાંભરું તો યે ભીંજવે ભાવે,
વણ બોલાવ્યું દોડતું આવે,
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી,
વાહ રે ‘ઘાયલ' કચ્છનું પાણી!
જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું,
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય ન નાણી,
વાહ રે ‘ઘાયલ' કચ્છનું પાણી!
આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કિલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ‘ઘાયલ' કચ્છનું પાણી!
સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ' કચ્છનું પાણી!

(આઠોં જામ ખુમારી, પૃ. ૫૧૦)