અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/કાયાને કોટડે બંધાણો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૯૫)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૯૫)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = હો સાંવર થોરી અંખિયનમૈં
|next = આપણે આવળ બાવળ બોરડી
}}

Latest revision as of 07:40, 21 October 2021


કાયાને કોટડે બંધાણો

રાજેન્દ્ર શાહ

કાયાને કોટડે બંધાણો
         અલખ મારો લાખેણા રંગમાં રંગાણો.

કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે
         ઝાઝાની ઝંખનાઓ કીધી,
ઘેરા અંધાર કેરી મૂંગી તે શૂન્યતાને
         માયાને લોક ભરી લીધી. અલખ મારો.

અનાદિ અંકાશ કેરી અણદીઠ લ્હેરુંમાંયે
         રણૂંકી રહ્યો રે ગીત-છંદે.
અંગડે અડાય એને, નયને લહાય એવો
         પરગટ હુઓ રે ધૂળ-ગંધે. અલખ મારો.

નજરુંનો ખેલ એણે રચ્યો ને જોનારથી જ્યાં
         અળગો સંતાણો અણજાણ્યો,
જાણ રે ભેદુએ જોયો નિજમાં બીજામાં, જેણે
         પોતે પોતાનો સંગ માણ્સો. અલખ મારો.

(સંકલિત કવિતા, પૃ. ૯૫)