અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/આપણે આવળ બાવળ બોરડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આપણે આવળ બાવળ બોરડી

રાજેન્દ્ર શાહ

આપણે આવળ બાવ બોરડી,
કેસરઘોળ્યા ગલના ગોટા જી;
હલકાં તો પારેવાંની પાંખથી
મ્હાદેવથી યે પણ મોટા જી.
આપણા ઘડવૈયા બાંધવ! આપણે.

કોઈ તો રાચે છે વેળુછીપથી,
કોઈ તો જળને હિલ્લોળ જી;
મરજીવો ઊતરે મ્હેરામણે,
માથા સાટે મોતી-મોલ જી.

નજરું ખૂંપી છે જેની ભોંયમાં,
સામે પૂર એ શું ધાય જી!
અધીરા ઘટકાનો ઘોડો થનગને,
અણદીઠ ઓરું એને પાય જી.
બેઠેલાનું બેઠું ર્‌હે વિમાસણે,
વેળા જુએ નહિ વાટ જી;
ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી,
વેડે તેને આવે હાથ જી.
પંડની પેટીમાં પારસ છે પડ્યો,
ફૂટલાં કૂટે છે કરંગ જી,
વાયરી જાણે તે બડભાગિયો,
જળહળ એનાં રે ભવંન જી.

એઈ રે તાલે ઠમકો લેતા
વાજે નેપુર-ખંજરી.

કોકિલ કેરા કંઠમાં જેવો ફાગ,
પાંપણમાં અંજાય રે એવો રાગ;
પલાશ-ફૂલને રંગ મહેકે
જૂઈની મીઠી ગંધરી.

મનગમ્યાના ડંખને રે મન ચ્હાય,
પાન કરે તેમ અધિક રે તરસાય,
પ્રાણની મૂંગી કામનાનો સૂર
બોલતી આકુલ બંસરી.