અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /વાંભ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 29: Line 29:
{{Right|(ચિરવિરહ, પૃ. ૨૭)}}
{{Right|(ચિરવિરહ, પૃ. ૨૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /દુઃખની ધરતીના અમે છોડવા  | દુઃખની ધરતીના અમે છોડવા ]]  | દુઃખની ધરતીના અમે છોડવા]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રબોધ ભટ્ટ/ફરી વતનમાં | ફરી વતનમાં]]  | જૂના રે વડલા ને જૂનાં ગોંદરાં, જૂની સરોવર-પાળ ]]
}}

Latest revision as of 07:53, 21 October 2021


વાંભ

ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

જ્યારે વાંભ દે મારો પ્રાણ
         ત્યારે ગામની ગાયો દોડતી આવે,
                  આતમને એંધાણ. — જ્યારે.

વાંકડાં શિંગ ને આંખડી માંડી,
         ફરકે પૂંછ ને કાન,
જીભ ચાટે મને આપતી ઊંડા
                  નેહ તણાં પરમાણ! — જ્યારે.

દોડતાં વાછરું, નાચે બદૂડાં,
         તેડું છાતી સમાણ,
આવડાં હેત દે યાદ, મને શી
                  જીવ્યા કેરી લ્હાણ! — જ્યારે.

સીમમાં સાંજના સોનલા વામાં
         ડોલતાં ઝાડ ને પાન,
‘જાઉં છું’ કહેતો કેમ ઊભો રહ્યો
                  ડુંગરો ઓલો ભાણ? — જ્યારે.

દુનિયા મને મારી જ લાગે.
         સામસામી છ પિછાણ;
પુરધેનુ લઈ જાઉં હાલ્યો,
                  લોક વચ્ચે પરિયાણ! — જ્યારે.

(ચિરવિરહ, પૃ. ૨૭)