અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/વાયરા (તારો છેડલો તે માથે): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(લહેરાતાં રૂપ, પ્ર. આ. ૧૯૭૮, પૃ. ૧૩)}} | {{Right|(લહેરાતાં રૂપ, પ્ર. આ. ૧૯૭૮, પૃ. ૧૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/મારે આંગણિયે મંજરીઓ મહોરી ના… | મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…]] | મારે આંગણિયે મંજરીઓ મહોરી ના… ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અમૃત ઘાયલ/ગઝલ (અમે ધારી નહોતી એવી ...) | ગઝલ (અમે ધારી નહોતી એવી ...)]] | અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી ]] | |||
}} |
Revision as of 08:44, 21 October 2021
વાયરા (તારો છેડલો તે માથે)
નંદકુમાર પાઠક
તારો છેડલો તે માથે રાખ ને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા,
તારી વેણીની મ્હૅક જાશે ઊડી હો
આ તો ચૈતર વૈશાખના વાયરા.
અંગારા વેરતો તડકાનો તોર કૈં,
અંગારા ઝીલતો આંખોનો તોર કૈં;
તારી આંખો અધૂકડી રાખ ને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા,
તારી નજર્યુંનાં નીર જાશે ઊડી હો
આ તો ચૈતર વૈશાખના વાયરા.
ઊના એ વાયરાને પાલવમાં પૂર ના,
ઊછળતા ઓરતા છે ઊના રે ઉરના;
તારા હૈયા પર હાથ અલી રાખ ને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા.
તારા હૈયાનાં હીર જાશે ઊડી હો
આ તો ચૈતર વૈશાખના વાયરા.
(લહેરાતાં રૂપ, પ્ર. આ. ૧૯૭૮, પૃ. ૧૩)