બાળ કાવ્ય સંપદા/ગાય વિશે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 19: | Line 19: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = એક ભોળો ભાભો | ||
|next = | |next = ચોખ્ખાઈ | ||
}} | }} | ||
Revision as of 01:48, 11 February 2025
ગાય વિશે
લેખક : દલપતરામ
(1820-1898)
કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય;
ચાર પગ ને આંચળ ચાર, વાછરડા ૫૨ હેત અપાર.
પગમાં ખરી ને તેમાં ફાટ, સુંદર શોભે એનો ઘાટ;
પાછળ પૂંછડા પર છે વાળ, તેથી કરે શરી૨ સંભાળ.
કાન શિંગ બે મોટી આંખ, પૂંછડાથી ઉડાડે માખ;
નરમ રુવાંટું લીસું અંગ, ગેલ કરે વાછરડા સંગ.
ને દૂધ તે ધોળું દેખાય, સાકર નાખી હોંશે ખાય;
દહીં માખણ ઘી તેનાં થાય, તેથી બહુ ઉપયોગી ગાય.
(દલપતરામ)
(આવી જ કૃતિ થોડા ફેરફાર સાથે કવિ ધીરજના નામે પણ મળે છે.)