zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/ચોખ્ખાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચોખ્ખાઈ

લેખક : દલપતરામ
(1820-1898)

ચોખ્ખું ઘરનું આંગણું,
ચોખ્ખો ઘરનો ચોક;
ચોખ્ખો ઘરનો ઓટલો,
ચોખ્ખાં મેડી-ગોખ.
ચોખ્ખાં ઘર, કપડાં થકી,
માણસ બહુ સોહાય;
શરી૨ ચોખ્ખું રાખીએ,
રોગ કદી નવ થાય.
નાહ્યેથી તન સાફ રહે,
સાચેથી મન સાફ;
મન, તન, ઘ૨ છે સાફ તો,
દૂર રહે નિત પાપ.