બાળ કાવ્ય સંપદા/કેવી મજા ! (૪): Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 7: Line 7:
બની જાઉં હું દેવતાઈ ઘોડો તો
બની જાઉં હું દેવતાઈ ઘોડો તો
{{right|દોડવાની કેવી મજા !}}
{{right|દોડવાની કેવી મજા !}}
{{right|બની જાઉં હું મેારલો રૂપાળો તો-
બની જાઉં હું મેારલો રૂપાળો તો-
{{right|નાચવાની કેવી મજા !}}
{{right|નાચવાની કેવી મજા !}}
બની જાઉં હું મેહુલો કાળો તો-
બની જાઉં હું મેહુલો કાળો તો-

Latest revision as of 04:58, 16 February 2025

કેવી મજા !

લેખક : જયંતીલાલ દવે
(1932)

બની જાઉં હું રાજહંસ ધોળો તો-
ઊડવાની કેવી મજા!
બની જાઉં હું દેવતાઈ ઘોડો તો
દોડવાની કેવી મજા !
બની જાઉં હું મેારલો રૂપાળો તો-
નાચવાની કેવી મજા !
બની જાઉં હું મેહુલો કાળો તો-
ગાજવાની કેવી મજા !
બની જાઉં હું પંખી નાનું તો–
ઘૂમવાની કેવી મજા !
બની જાઉં હું ફૂલડું મજાનું તો–
ઝૂમવાની કેવી મજા !
બની જાઉં હું વાદળી કાળી તો—
દોડવાની કેવી મજા !
બની જાઉં હું બાલિકા રૂપાળી તો-
ખેલવાની કેવી મજા !